________________
પિતાને
આ પ્રમાણે ચાસરાના ઘર (ગામ)
(૧૨૪ ). કરવાથી તેણે દુર્ગતિમાં પડતા પોતાના આત્માને નિયંત્રિત કર્યો.
કેટલેક કાળ ગયા પછી અંતરાય કર્મ રૂપી સૂર્યના ઉદયને લીધે શીતની જેમ તેનું દ્રવ્ય ક્ષણવારમાં નાશ પામ્યું, જે ચંદ્ર રાત્રે દેદીપ્યમાન હોય છે, તે જ પ્રાતકાળે ખાખરાના પાકેલા પાંદડા જે ફીઠો દેખાય છે. જે સૂર્ય દિવસે ઉદય પામે છે, તે જ રાત્રિએ અસ્ત પામે છે. તે જ રીતે સમુદ્રના મેટા તરંગોની જેમ સર્વ પ્રાણીએનું પતન અને ઉત્પતન-ચડતી પડતી થયાજ કરે છે. તેની દારિદ્રય અવસ્થા જોઈ તેની પત્નીએ કહ્યું કે–“હે પ્રિય ! મારા પિતાને ઘેર જઈ તેની પાસેથી કાંઈક ધન માગી લાવી તેના વડે વેપારકરે.” આ પ્રમાણે ચાબુકની જેવી પ્રિયાની વાણુથી પ્રેરાયે તે શ્રેણી સાથવાનું ભાતું લઈ સાસરાના ઘર (ગામ) તરફ ચાલ્યો. તે દિવસે તેને ઉપવાસ હતો, બીજે દિવસે પારણું કરવાની ઈચ્છાથી તે એક નદીને કિનારે બેઠે. તે વખતે તેને કઈ અતિથિ આવે તે તેને દાન દઈને પછી પારણું કરું એ વિચાર થયે. કહ્યું છે કે-“ગુરૂને દાન આપીને પછી જે જમવું તે જ ભોજન કર્યું કહેવાય, જે પાપ ન કરે તે જ પંડિતાઈ કહેવાય, જે પક્ષમાં કાર્ય કરાય તે જ મૈત્રી કહેવાય અને જે કપટ વિના કરાય તે જ ધર્મ કહેવાય.” શેઠ આવો વિચાર કરે છે તેવામાં ગુણના ઘર રૂપ અને જાણે કે મૂર્તિમાન શાંત રસ હોય એવા કેઈ મુનિ માસક્ષપણને પારણે ગામ તરફ જતા
ત્યાં આવ્યા. તેને ભક્તિરસથી તરંગિત થયેલા તે શેઠે સાથવાનું દાન આપ્યું, પછી ત્યાંથી ચાલી અનુક્રમે ચોથે દિવસે તે સાસરાને ઘેર પહોંચ્યો. તેના સાસરાએ સ્નેહ વિના જ ભેજનાદિકથી તેને સત્કાર કર્યો, પરંતુ કાંઈક ધનાદિક માગશે એવા ભયથી તેની સાથે આદરથી વાતચીત પણ કરી નહીં. “જ્યાં સુધી માણસ બીજાની પાસે કાંઈ પણ યાચના કરતે નથી ત્યાં સુધી જ તેના ગુણે અને ગેરવતા રહે છે–સચવાય છે, પરંતુ જો તે યાચક થઈને લઘુતા પામે છે તે પછી ગુણે કે ગેરવ રહેતાં નથી.