________________
(૧૨૩ )
વેપારીઓના મુગટ સમાન જિનદત્ત નામે ભદ્રિક પ્રકૃતિવાળે શ્રેણી રહેતે હતો. તે હંમેશાં વીતરાગની પૂજા કરવામાં તત્પર હ, તેનું શરીર મેરૂ પર્વતની જેવું બૈર હતું, તે વિદ્વાનોના હૃદય કમળમાં ભ્રમર સમાન હતું, શીલાદિક આચાર પાળવામાં તેની ઉત્તમનિકા-શ્રદ્ધા હતી, અનેક સદ્દગુણો તેનામાં પ્રતિષ્ઠા પામીને રહેલા હતા, તેનું વચન અમૃત જેવું મધુર હતું, પર્વતની જેમ તે મેટાઈનું સ્થાન હતું અને શ્રેષ્ઠ હસ્તીની જેમ તે'દાનની શ્રેણુ વડે પૃથ્વીનું સિંચન કરતા હતા. તે શ્રેષ્ઠીને શુભ અંત:કરણવાળી શીલવતી નામની પત્ની હતી. તે જાણે કે શરીર ધારણ કરીને મનુષ્ય લેકમાં આવેલી કામદેવની પ્રિયા(રતિ) હોય તેવી શેભતી હતી. જેમાં રાત્રિએ કરીને ચંદ્ર શોભે, પાવતીએ કરીને શંકર શોભે અને લક્ષમીએ કરીને વિષ્ણુ શેભે તેમ શીલવતીએ કરીને તે શ્રેષ્ઠી શોભતે હતો.
એકદા તે શ્રેણીઓ કઈ મુનીન્દ્રના મુખચંદ્રથી સંસારના સંતાપસમૂહને નાશ કરવામાં સમર્થ એવા વચનામૃતનું આ પ્રમાણે પાન કર્યું– “ નરકને આપનારી હિંસાને ત્યાગ કરે, અસત્ય વચન બોલવું નહીં, ચેરીને ત્યાગ કરે, મિથુનથી નિવૃત્તિ કરવી અને સર્વ સંગને ત્યાગ કરે. આ ઉત્કૃષ્ટ જેનધર્મ જે કદાચ પાપ રૂપી પંકમાં ખુંચેલા પ્રાણુઓને ન રૂચે તે તેથી કરીને ધર્મને શું દૂષણ લાગ્યું? જેમ પ્રમેહના વ્યાધિવાળો પુરૂષ ઘી ન ખાય તો તેમાં ઘીને શું દેષ? સદ્ગણવાળા જે શ્રાવક તપ, નિયમ અને શીળે કરીને સહિત હોય છે, તેઓને સ્વર્ગ અને મેક્ષનાં સુખે દુર્લભ નથી. ” આ પ્રમાણે ગુરૂના મુખથી દેશના સાંભળીને તે શ્રેણીએ અભિગ્રહ (નિયમ છે લીધે કે- “ મારે હંમેશાં શુદ્ધ ચિત્તે ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરવી, એકાંતર ઉપવાસ કરવા, અને સચિત્ત આહારનો ત્યાગ કરે.” આ પ્રમાણે નિયમ
૧ હસ્તીના પક્ષમાં દાન એટલે દિવારિ.