________________
છે. ૧૦. જેમ દશ મુખ વડે રાવણ શોભે છે, તેમ સમકિત દર્શન આ દશ ભેદે કરીને શેભે છે.
આ સમકિત દર્શનના ભેદે અને ભેના પણ ભેદે કહીએ તો સમુદ્રની જેમ તેને પાર પમાય નહીં તેટલા ભેદ થાય છે. સમકિત દર્શન રૂપી જળના સંબંધથી જેમનું ચિત્ત નિર્મળ થયું હોય છે એવા ભયપ્રાણીઓ મા લક્ષમી પામીને મા જાય છે. આ વિષયમાં પંડિત જનોને આશ્ચર્ય ઉત્પન્ન કરનારૂં મેઘનાદ કુમારનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે–
સમકિત ઉપર મેઘનાદ કુમારની કથા
પૃથ્વી મંડળના કુંડળ જેવું અને ઉંચા પ્રાસાદની શ્રેણિવડે મને હર ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં ગુણેના સમૂહરપ મણિના નિધિ સમાન મેઘનાદ નામે રાજા રાજય કરતે હતો. તેના યશરૂપી કમળનો સુગંધ સર્વ દિશાઓમાં પ્રસર્યો હતો. તેના ઉપર કેઈ દેવે સંતુષ્ટ થઈને તેને એક કોળું આપ્યું હતું, તેના પ્રભા વથી તે રાજા અપરિમિત મનવાંછિતને પામતે હતો. સુવર્ણ, મણિ, કપૂર, કસ્તૂરી, ચંદન, ચીનાંશુક (વઢ) વિગેરે ઉત્તમ વસ્તુઓ તેને પ્રયત્ન વિના જ પ્રાપ્ત થતી હતી. અત્યંત દઢ, મોટા અને ફળલા સમકિત રૂપે કલ્પવૃક્ષ પાસેથી તે નિરંતર સુખરૂપી અમૃતરસના આસ્વાદવાળા દિવ્ય ભેગ ફળોને ભાગવતો હતો.
જે પ્રાણીને સમકિત પ્રાપ્ત થયું હોય તે પ્રાણીઓ જે પૂર્વે પરભવનું આયુષ્ય બાંધયું ન હોય અથવા તો તે સમકિત થકી ચબે ન હોય તો તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે વિષે કહ્યું છે કે
“સારે -વિગોડાવે છે તથાના ! जह आगमेसि भदा, हरिकुलपा सेणिआईया ।। १