________________
( ૮ )
પરિમાણુ ૮, સંસ્કૃત ૯ અને કાળ ૧૦. તેમાં તપ કરવાના દ્વિવસ પ્રાપ્ત થયાં પહેલાં જે તપ કરી લેવા તે અનાગત પ્રત્યાખ્યાન કહેવાય છે. ૧. સૂરિ વિગેરેના વૈયાવચના કારણથી પર્વાદિક તિથિમાં જે તપ કરી શકાયા ન હાય, તે તપ પર્વાદિ વીત્યા પછી કરવા તે અતિક્રાંત પ્રત્યાખ્યાન કહેવાય છે. ૨. એક પ્રત્યાખ્યાનના અંત અને બીજાના આરંભ એ એ કાટિના જે મેળાપ કરવા એટલે કે આજે ઉપવાસ વિગેરે કરી કાલે પણ ઉપવાસ વિગેરે કરવા તે ત્રીજી સકેાટિક પ્રત્યાખ્યાન કહેવાય છે. ૩. પ્રથમથી ધાર્યુ હોય કે અમુક પર્વની તિથિએ મારે અમુક તપ કરવા છે, તે તિથિએ ગ્લાનાદિકની વૈયાવચ્ચનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જે તપ નિશ્ચયથી કરવા તે નિયંત્રિત પ્રત્યાખ્યાન કહેવાય છે. આ પ્રત્યાખ્યાન ચૈા પૂર્વ ધરને સમયે સ્થવિકલ્પી કરતાં હતા. વર્તમાન કાળમાં તેના વિચ્છેદ છે. ૪. આગાર રહિત જે પ્રત્યાખ્યાન કરવુ તે અનાકાર પ્રત્યાખ્યાન કહેવાય છે. ( આ પ્રત્યાખ્યાન પણ આ કાળે નથી ) ૫. આગાર સહિત જે કરવું તે સાકાર પ્રત્યાખ્યાન કહેવાય છે. ૬. ( અંતસમયે ) સર્વ આહારના ત્યાગ કરવા તે નિ:શેષ પ્રત્યાખ્યાન · કહેવાય છે. ૭. એક, એ વિગેરે દત્તિનુ જે પ્રમાણ કરવું તે પરિમાણું પ્રત્યાખ્યાન કહેવાય છે. ૮. કેત એટલે અંગુઠા, મુડી વિગેરે નિશાની, તે સહિત જે પ્રત્યાખ્યાન તે સકેત અથવા સંકેત પ્રત્યાખ્યાન કહેવાય છે. ૯. તથા પારસી વિગેરે કાળને ઉદ્દેશીને જે પ્રત્યાખ્યાન કરવું' તે કાળ ( અઢા) પ્રત્યાખ્યાન કહેવાય છે. ૧૦. તે અટ્ઠા પ્રત્યાખ્યાનના દશ ભેદ છે. તે કહે છે. નમસ્કાર સહિત તે નાકારસી ૧, એક પ્રહર પ્રમાણ તે પેારસી ૨, પુરિમટ્ટુ ( એ પ્રડર પ્રમિત પુરીમાદ્ધ ) ૩, એકાસણુ ૪, એકલઠાણું પ,આચામ્સ ( આંબીલ ) ૬, ઉપવાસ ૭, દિવસ ચરિમ ૮, ૧ સાઢ પોરસી જે દોઢ પ્રહરે કરવામાં આવેછે, તેના આમાં ભેગા સમાસ કર્યો છે,