________________
(૭)
લવ, ૯. હે અનંત જ્ઞાનવાળા સુવિધિ સ્વામી! સુવર્ણના નવ કમળો ઉપર બે ચરણને સ્થાપન કરનાર અને અદ્વિતીય સુખને આપનાર આપને જે ભવ્ય પ્રાણી પોતાના હૃદયમાં વહન કરે છે, તેને નવ નિધાન પ્રાપ્ત થાય છે. - હવે કાર્યોત્સર્ગનું વ્યાખ્યાન કર્યા પછી પ્રત્યાખ્યાન નામનું નવમું દ્વાર કહે છે. –મેટા ધનુષની જેવા અનુપમ તે તે (પ્રત્યા
ખ્યાનના ) ' ગુણોના આરેપણ કરવાથી પ્રગટ કરેલા અનેક ૨ પ્રકાર રૂપી માણે (બ)ના સમૂહથી ભેદાતા મસ્તકના ધુજાવવા પૂર્વક જેઓનાં મુખકમળ પૂર્ણ થયાં છે એવા હે ધર્મના અભિલાષીઓ! તમે હંમેશાં પ્રત્યાખ્યાન કરવામાં સાવધાન થાઓતત્પર થાઓ. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ ૧, તેના દશ ભેદે ર, તેના આગારે ૩, તેની છ પ્રકારની શુદ્ધિ ૪, તેનું ફળ ૫ અને તેનું ઉદાહરણ ૬ એ છે દ્વારેને હું કહું છું.
* ૧ પ્રત્યાખ્યાન શબ્દને અર્થ, પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ શું છે? તે કહે છે-જે પ્રત્યાખ્યાન એટલે નિષેધ કરે તે પ્રત્યાખ્યાન એટલે વિરતિ કહેવાય છે. અહીં અાદિકના આહારથી અથવા અજ્ઞાનાદિકથી નિવૃત્તિ કરવાની છે. પંડિતાએ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે પ્રત્યા
ખ્યાન કરવું જોઈએ. તેમાં દ્રવ્યથી અશન, પાન વિગેરેને અને ભાવથી અજ્ઞાનાદિકને ત્યાગ કરવાનું છે. કહ્યું છે કે “પ્રત્યાખ્યાન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું છે, તેમાં દ્રવ્યથી અશનાદિકને અને ભાવથી અજ્ઞાનાદિકને ત્યાગ કરાય છે.”
૨ પ્રત્યાખ્યાનના ૧૦ ભેદ. * પ્રત્યાખ્યાનના દશ ભેદે છે- અનાગત ૧, અતિક્રાંત ૨, સકેટિક ૩, નિયંત્રિત ૪, અનાકાર ૫, સાકાર ૬, નિ:શેષ ૭,
૧ ધનુષ પક્ષે પત્ય ચા ૨ પ્રત્યાખ્યાનના ભેદો.