________________
જન્મ આપનારી માતાને દરરોજ પ્રણામ કરનારા પાંડવોએ દુર્જય દુર્યોધનને જતી રાજ્ય મેળવ્યું. પછી મહા આરંભમાં આસક્ત હતા છતાં તે સર્વને તજી દઈને દીક્ષા ગ્રહણ કરી તેઓ શ્રી શત્રુંજય પર્વત ઉપર આવ્યા અને કાર્યોત્સર્ગે રહ્યા. પ્રાંતે કેવળ જ્ઞાનરૂ૫ નિર્મળ સંપત્તિને મેળવીને સિદ્ધિ પદને પામ્યા. કાત્સર્ગના મહિમાનું પૂર્ણ વર્ણન કરવાને કેણુ સમર્થ છે ? કહ્યું છે કે-“જિનપ્રતિમાઓને ઉદ્ધાર કરી વિશ કરોડ મુનિઓ સહિત પાંચે પાંડવો જ્યાં મુક્તિને પામ્યા, તે શ્રી શત્રુંજય મહાતીર્થ છે. અંત સમયે કાર્યોત્સર્ગ કરવાવડે તેઓનાં શરીર ઉભા રહેલાં હતાં, તેથી હજુ સુધી પણ તેઓની ઉભી તિઓ પટમાં આળેખાય છે, તથા પાષાણની પ્રતિમાઓ પણ તેમની ઉભી રહેલીજ કરવામાં આવે છે. જેઓ કર્મના ક્ષયને માટે શુભ ધ્યાનરૂપી જળથી સ્નાન કરી કાર્યોત્સર્ગ કરે છે, તેઓ આ જગતમાં ધન્ય છે.
આ પ્રમાણે આપત્તિરૂપી લતાઓના સમૂહને કાપવામાં દાતરડા સમાન અને સંપત્તિરૂપી વૃક્ષને નવપલ્લવ કરવામાં મેઘ સમાન કાયોત્સર્ગના પ્રભાવથી પાંચે પાંડુપુત્ર દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારના બંધનથી રહિત થઈ મુક્તિસુખને પામ્યા, તે કોત્સર્ગને હે ભવ્ય ! તમે કદાપિ છેડશો નહીં.
આ પ્રમાણે શ્રીમાન તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીહંસ ગણિએ રચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની ટીકાને વિષે પહેલી શાખામાં કાર્યોત્સર્ગના વિષય ઉપર પાંચ પાંડની કથાના વર્ણન રૂપ આઠમો પલ્લવ સમાપ્ત થયે.