________________
(૯૫)
પણ ખલના થઈ છે, આ કાર્યોત્સર્ગને જ પ્રભાવ છે. અહો ! ધર્મને પ્રભાવ કે અદ્ભુત છે? તે હવે તું ત્યાં જઈને ચેન પક્ષી પાસેથી ચકલાને છેડાવે તેમ તે શંખચૂડ પાસેથી તે પાંચે પાંડવોને મારી આજ્ઞાથી છોડાવ, કે જેથી મારું વિમાન ચાલી શકે.” આવી ઇંદ્રની આજ્ઞા થવાથી હું તરતજ પાતાલમાં ગયે, અને મેં તે શંખચૂડ દેવને વાણરૂપી કેરડાને અત્યંત પ્રહાર કર્યો. ત્યારે તેણે મને કહ્યું કે –“મારું વચન સાંભળ. આ પાંચે બળવાન બંધુઓ મારા સરેવરમાં પો લેવા માટે પેઠા હતા.. તેથી મેં તેમને બાંધ્યા છે.” મેં તેને ઇંદ્રને હુકમ જણાવ્યું. ત્યારે તે દેવે તેમને બંધનથી મુક્ત કર્યા. સિંહ સરખા પરાક્રમવાળા દે પણ પોતાના રાજા (ઈ) ની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નથી. પછી તે નાગકુમારે પાંડને પિતાનું રાજ્ય ગ્રહણ કરવા કહ્યું, પરંતુ પૃહા રહિત તેઓએ તેનું રાજ્ય અંગીકાર કયું નહીં. પરંતુ તેઓએ કહ્યું કે –“અમારે જ્યારે દુર્યોધનની સાથે યુદ્ધ થાય ત્યારે તમારે અમને સહાય કરવી.” શંખચૂડે તે વાત અંગીકાર કરીને તેમને એક દિવ્ય હાર, અંગદ (બાજુબંધ) અને મુગટ એ ત્રણ વસ્તુ આપી, તથા વિસ્વર અને સુગધી ઘણાં સુવર્ણકમળો આપ્યાં. હે વિચક્ષણ માતા ! આ પ્રમાણે સર્વ હકીકત મેં આપની પાસે નિવેદન કરી છે હવે ધરણેકનું વિમાન ચલાવવા માટે મને રજા આપે.” તે સાંભળી પાંચે પુત્રના આવવાથી હર્ષ પામીને કુંતીએ તે દેવને રજા આપી અને પુત્રને હસ્તવડે સ્પર્શ કર્યો. પછી પાંડવોએ નાગદેવે આપેલાં અને સર્વ દિશાઓને સુગંધમય કરનારા સુવર્ણકમળ પ્રિયાને ભેટ કર્યા. માતા, પાંડ અને પ્રિયાની હર્ષરૂપી ઉમિઓ (કલેલો)આપત્તિ દૂર થવાથી પરસ્પરના સમાગમરૂપી વાયુવડે ઉછળવા લાગી. જેમ પાંડેને આ ભવમાં પણ કાર્યોત્સર્ગ આપત્તિને છેદનાર, તેમ તેઓને પરલકની સંપદાને માટે પણ તે કાર્યોત્સર્ગ થયે.