________________
કાટ
વખાણવા લાયક છે કે જેથી વિમળને લગ્નને ઉચિત સુવાણું સહેજે પ્રાપ્ત થયું. ” તેના આંગણામાં ફરતા ભાગ્યરૂપી રાજકુમારે આ સુવર્ણ ના મીષથી તેના હાથમાં ક્રીડા કરવા માટે દડા આપ્યા ત્યારથી આરંભીને નવા પ્રાપ્ત થતા માઁગળરૂપી નિ:સીમ જળના ચેાગથી તેના ભાગ્યરૂપી વૃક્ષના અંકુરા નિરંતર વૃદ્ધિ પામવા લાગ્યા,
ત્યારપછી વિમળ પેાતાને મળેલા દ્રવ્યવડે જાણે ચાલતી લક્ષ્મીદેવી જ હોય એવી વિકસ્વર લાવણ્યરૂપી નિર્મળ જળની દૃપિકા સમાન તે કન્યાને પરણ્યે.. તેમાં જાનના લેાકેાને બેસવા માટે તેણે સન્માનપૂર્વક ઉત્તમ વાહનો આપ્યા, અને સર્વને લેાજન તથા વસ્ત્ર આપી તેમને સારા સત્કાર કર્યાં. વિશેષ પ્રકારના ભાગ્યયેાગને લીધે તેને વિવાહ મેટા ઉત્સવપૂર્વક થયા. “ઉદય પામતા સૂર્ય પણ ધીમે ધીમે પ્રકાશમાં વધતા જાય છે. ” પછી વિમળકુમારને તેના મામા સહિત તેના સસરાએ પત્તનમાં જ રાખ્યા, અને નગરની બહાર તેને પકવાન વેચવાની દુકાન મંડાવી, કારણકે વેપાર વિગેરે કાર્ય ને શક્તિ પ્રમાણે કરવામાં આવે તે તે પરિણામે સુખકારક થાય છે.
હવે તે પત્તનના રાજા ભીમ નગરની બહાર ધનુવિદ્યા શીખવા માટે ખાણવડે લક્ષ્યને વીંધવાના અભ્યાસ કરતા હતા; પરંતુ તે લક્ષ્ય તેનાથી વીંધાતું નહતુ. તે જોઈ ધનુર્વિદ્યાની કળામાં કુશળતાને ધારણ કરનારા વિમળકુમારે પેાતાનું માથું ધુણાવ્યું. કુમારના શિરક પ જોઇ ભીમરાજાએ તેને મેલાવીને પૂછ્યું કે—“ હે ભદ્ર ! તુ ધનુર્વિદ્યાની કળા જાણે છે ? કારણ કે સત્પુરૂષો કારણ વિના મસ્તક ધુણાવે નહી.” ત્યારે કુમાર ખેલ્યા કે—“હું કાંઇક તે કળા જાણું છું, અને ધનુર્વિદ્યા સારી રીતે આવડતી હાય તે પુરૂષ તે ધનુપ્ ધારી ભિલ્લુની જેમ લેાકમાં પૂજાય છે. તેની કથા આ પ્રમાણે ધનુષ્કારી ભિલ્લુની કથા.
dig
આજ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનુ એક સર્વોત્તમ નગર છે. તેમાં દ્રોણાચાય નામના ગુરૂ રાજકુમાર વિદ્યાર્થીઓને ધનુવિદ્યા શીખવતા હતા. તેમાં કેટલાક છાત્રા હાથમાં ડગ ધારણ કરીને આ