________________
તેઓએ તેને હથિી વિવાહની વાત કરી, અને તેના ભાણેજને બેલાવવાનું કહ્યું. તેણે વિમળને બોલાવ્યો. તે બોલ્યો કે “કળશનું સ્થાપન કરીને હું હમણાં જ આવું છું.” એવા તેના વચનને શુકનરૂપ માની ને સર્વે ઘેર આવ્યા અને શ્રેષ્ઠીએ પત્ર, પુષ્પ અને ફળ આપવા પૂર્વક પિતાની કન્યા વિવાહસંબંધ) વિમળ સાથે કર્યો. પછી શ્રીદત્ત શેઠ નિશ્ચિત થઈને પત્તાનમાં પિતાને ઘેર આવ્યા.
અહીં વિમળના મામાને વિચાર શ કે-“ વિમળને વિવાહ તે મા; પરંતુ દ્રવ્ય વિના તે શી રીતે થઈ શકશે? કારણ કે જેના ઘરમાં લક્ષ્મી વિલાસ કરતી હોય તે જ પુરૂષ ગુણવાન કહેવાય છે. અને તે જ લેકમાં પૂજય ગણાય છે. વિવેકી જનો લક્ષ્મીનાં બળથી જે ચિત્ય પ્રતિમા અને પિષધશાળાનું કરાવવું તથા જ્ઞાનનાં પુસ્તક લખાવવા વિગેરે પુષ્યનાં કાર્યો કરી શકે છે. લક્ષ્મીના પ્રસાદથી જે સ્ત્રી, પુત્ર, પિતા વિગેરે અત્યંત પ્રેમવાળા થાય છે અને શત્રુઓ પંણે મિત્ર થાય છે. ધનના વેગથી જ પુરૂષ દાતાર, લેક્તા અને વિવેકી" કહેવાય છે અને ધનહીનના મનોરથ કદાપિ સાર્થક થતા નથી, પરંતુ મારી પાસે તો લેકને વશ કરવાના કારણરૂપ લક્ષ્મી દાણું જ છેડી છે.” આ પ્રમાણે વિચાર કરતાં તેના મામાના મનમાં મોટી ચિંતા ઉભી થઈ. તે જાણીને વિમળે મામાને કહ્યું કે-“હે મામા ! શા માટે ચિંતા કરો છો ? જ્યારે મારી પાસે ધન થશે ત્યારે જ ! હું પરણવાનો છું.” એમ કહી વિમળે પિતાનું વાછરડા ચારવાનું કામ કાયમ રાખી કેટલાક દિવસ નિગમન કર્યા. એક દિવસ વનમાં મોટા વૃક્ષની નીચે શીતળ છાયામાં વિમળ બેડે હતો તે વખતે તેણે વિચાર કર્યો કે-“ પ્રાર્થને માથે સુખ અથવા દુ:ખ જે કાંઈ આવી પડે તે તેણે તેટલે કાળ તે ભેગવવું જ જોઈએ, તેમાં કાયર થવું ગ્ય નથી.” આ પ્રમાણે વિચારતો તે દિવસે નિર્ગમન કરવા લાગે.
એકદા કે ગોવાળીઆઓએ એક આકડાના વૃક્ષની નીચે સુવને નિધિ જે. તે લઈ તેમણે સર્વનો વિભાગ પાડ્યા. તેમાં વિમળને પણ તેને ભાગ આપે. “અહે! પૂર્વના પુણ્યની સહાય ખરેખર