________________
( ૭૯ )
ત્યારપછી બાદશાહે તે મહસિહુને હર્ષથી પેાશાક આપ્યા. જે શીળના પ્રભાવથી સર્પ દોરી જેવા થાય છે,અને અગ્નિ પાણીરૂપ થાય છે, તેવા શીળના મહિમાથી મહસિંહની કીર્તિ આદન અંદર સુધી પ્રસરી ગઇ. કેમકે કરસના પ્રસરતા ગધને કા નિવારી શકે ?
એકદા મહસિ ંહનું નામ શ્રવણ કરવાથી સર્વ કળામાં નિપુણ કામલતા નામની અત્યંત સ્વરૂપવાળી વેશ્યાનુ મન તેના તરફ આકર્ષાયુ . તેથી તેદીલ્હીમાં આવી. કારણકે ચ ંપકપુષ્પના સુગધને સુદાવા માટે ભમરી પોતે જ વનમાં જાય છે, અને ગીતથી આકર્ષણ કરાયેલી મૃગલી ગીત સાંભળવા પાત્તેજ વનમાં આવે છે. પછી તે કામલતાએ રાજસભામાં જઇ અદ્ભુત નૃત્ય કરી સુરત્રાણુને રજીત કા. ‘આણુની જેમ જે કળાવડે પરનુ હૃદય ન ભેદાય તે કળા શું કામની ? ’ રંજીત થયેલા મદશાહ તેને દાન આપવા તૈયાર થયા, તે વખતે તેણીએ દાન ન લેતાં મસિ ને ઘેર જઇને તેની પાસે નાટક કરવાની યાચના કરી, બાદશાહે પ્રસન્ન થઇને તેણીને તેમ કરવાના આદેશ આપ્યા. તેથી તેણીએ ત્યાં જઇ સાત વાર નૃત્ય કર્યું, પરંતુ તે ચતુર વેશ્યાએ મહસિહુને સ્થાને બેઠેલ ખરા મહસિહ નથી એમ જાણી લીધું. ત્યારપછી ગુણુના નિવાસરૂપ મસિહે પાતે બેસીને નાટક કરાવ્યું, તે જોઈ હર્ષ અને સતાષ પામેલી તે વેશ્યા પેાતાના આત્માને ધન્ય માનતી નૃત્ય કરવા લાગી. તે ખેલી કે—આટલા દિવસેામાં આજના મારા દિવસ પ્રશ ંસનીય થયા કે જેથી આવા ગુણીને મે' ભાગ્યના યાગે નજરે જોયા અને મારૂં નૃત્ય બતાવ્યુ.” આ વાત બાદશાડુના જાગુત્રાપાં આવતાં પ્રજાનું રક્ષણ કરવામાં તત્પર એવા સુરત્રાણે વેશ્યાને ખેલાવીને પૂછ્યું કે—‹ પંડિતા ! સાતવાર નૃત્ય કરતાં તે શી રીતે જાણ્યુ કે આ મંત્રી નથી ?'’ત્યારે રાજસભામાં નૃત્યના આડંબરને કરતી સરળ હૃદયવાળી તે વેશ્યા બ્રહ્મચર્યની પરીક્ષા કરનારી એક ગાથા ખેાલી. તેના અર્થ આ પ્રમાણે છે.—“જો કદિ કામી પુરૂષ હસે નહીં, કાંઇ પણ ખેલે નહીં અને હૃદયમાં કાંઇક ગુપ્ત ધ્યાન કરે તેા પણ
..