________________
૨૩૫
હું હસુ છુ, કે જેઓ નિર'તર અન્યાયથી ઉપાર્જન કરેલું ધન ભાગવતા હશે તેને તેનું કેવું ફળ મળશે ? ”
આ પ્રમાણે સાંભળીને ધાડના મુખ્ય સુલટે ખીજા સર્વ સુભટાને ખેલાવી તેનું સર્વે ધન પાછું આપ્યું અને તેને અધનથી મુક્ત કર્યો. પછી “ અહા ! આ મુગલની વ્યવહારશુદ્ધિ અસાધારણ છે. ” એપ્રમાણે તેની પ્રશંસા કરતા અને તેના વ્યવહારની શુદ્ધિ જોઇને રંજીત થયેલા તે સુભટો હર્ષથી પેાતાની નિંદા કરતા કરતા પેાતાને સ્થાને ગયા. વ્યવહારની શુદ્ધિને લીધે લુટારાએ પણ તેને લુંટયા નહીં.' એમ સાંભળી પરદેશી લેાકેા ખુરાસાણના રહેવાથી સમગ્ર જનાની શ્લાઘા કરવા લાગ્યા. મ્લેચ્છ છતાં અને નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં તે મુગલ વ્યવહારની વિશુધિરૂપી ચંદ્રપ્રભાવડે વિકવર થયા.
હે શ્રાવકા ! આ પ્રમાણે ધનક્ષયના દુઃખને નહીં પામેલા આ મુગલની વ્યવહાર શુધ્ધિ સાંભળીને તમે પણ સમૃધ્ધિને વૃદ્ધિ પમાડનારી વ્યવહારશુધ્ધિના આદર કરી.
ઇતિ શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસગણિના શિષ્ય વાચકે શ્રીઇદ્રહ સગણુએ રચેલી શ્રીઉપદેશ કલ્પવલ્લી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં વ્યવહારશુદ્ધિના વિષય ઉપર ખુરાસાવાસી મુગલના વર્ણન નામના ત્રેવીશમા પલ્લવ સમાપ્ત થયે.
:0:MATIANST
પલ્લવ ૨૪ મા.
નિરંતર ય પામેલા અને સમગ્ર અંધકારના સમૂહ રહિત એવા શ્રીમહાવીર રૂપી સૂર્યને જોવાથી તત્કાળ મિથ્યાત્વીએ દૃષ્ટિના પ્રકાશ રહિત ઘુવડ જેવા થઈ જાય છે, અને ભવ્ય પ્રાણીએ શીધ્રપણે દૃષ્ટિના વિકસ્વરપણાને પામે છે. વ્યવહારશુધ્ધિનું સ્વરૂપ કહ્યા પછી હવે રથયાત્રા નામનું ચાવીશત્રુ દ્વાર કહે છે,