________________
(૪૮) હતા, અને જેને ત્રીજા ભવમાં સમકિત રૂપી ધાન્યની અક્ષય સંપદા પ્રાપ્ત થઈ હતી, તે શ્રી સંભવનાથ સ્વામી ભવ્ય પ્રાણીઓનો વિભૂતિને માટે થાઓ. ૩
જેણે પૂર્વે મહાબલ રાજાના ભવમાં બળને વાયુએ ચલાયમાન કરેલા તરગેની શ્રેણિ વડે વ્યાપ્ત એવા જળની જેવું ચપળ જાણીને તથા 'જીવિતને ક્ષણવિનશ્વર જાણીને દીક્ષા લીધી હતી, અને જેના સમ્યકત્ત્વ રૂપી અંકુરાની પૃથ્વી (હૃદય) સમતા રૂપી જળના સિંચવાથી વિવેકના આશ્રયવાળી થઈ હતી, તે ચોથા અભિનંદન નામના જિનેશ્વરને હે આર્યજને (ભ ) તમે ભજે, ૪. - “હે યોગી (મુનિ)! જે તમારું વન વય છે, તે તમે આવું તીવ્ર વ્રત કેમ અંગીકાર કર્યું છે? તેથી હાલ તમે ભેગ ભેગ, આવા દુર્લભ વન વયને તમે નિષ્ફળ ન ગુમાવો. તે સાંભળીને મુનિ બોલ્યા કે “હે રાજા ! મેહને લીધે તમે નીચ ગતિમાં ન પડે, કાર
કે યુવાવસ્થામાં તપ કરવાથી માટે લાભ થાય છે. આ પ્રમાણેનું ગુરુનું વચન સાંભળો વૈરાગ્ય પામી જેણે પૂર્વ જન્મમાં વ્રત ગ્રહણ કર્યું હતું, તે શ્રી મેઘરાજાના પુત્ર શ્રી સુમતિ સ્વામી મારા પાપને નારા કરે પ.
જેમણે પૂર્વ ભવમાં ત્રણ પ્રકારે અપરાજિત નામ ધારણ કરી શ્રદ્ધા સહિત વિહિતાછામ નામના ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. નિર્મળ જળના સંબંધથો વસ્ત્ર નિર્મળ થાય તેમાં શું આશ્ચય ?” તે શ્રીપમપમ નામના જિનેશ્વરે જેમ સૂર્ય આકાશને પ્રકાશિત કરે તેમ ધર નામના રાજાના વંશને પ્રકાશિત કર્યો છે. ૬.
જેમણે પૂર્વે રમણીય નામના વિજયના સ્વામી થઈને ધાતકીખંડ દ્વીપ રૂપી નીપ વૃક્ષના પુપને મેઘની જેમ વિકસ્વર કર્યું હતું તથા જેના મનના તાપને સમૂહ ગુરૂના મુખ રૂપી ચંદ્રના વચન રૂપી પ્રકાશના વળથી નાશ પામે હતો, તે શ્રીપુપાર્શ્વ જિન અમારું કષ્ટમાંથી રક્ષણ કરે. ૭.