________________
(૪૧) બને સયાને સમયેજ સામાયિક કરવું, તે સિવાય બીજા સમયે કરવું નહીં એમ કેટલાક કહે છે, તે તેમનું કહેવું અાગ્યા છે. કારણ કે “સાવઘ વ્યાપારને વર્જવાની જેમ અસાવધ વ્યાપાર સેવવામાં પણ રાત્રિ દિવસ યત્ન કર.” એમ આવશ્યકની ટીકામાં કહ્યું છે.
સામાયિકનું પ્રમાણ શ્રુત જ્ઞાનીઓએ સામાયિકના કાળનું પ્રમાણુ બે ઘડીનું કહ્યું છે, તેથી ઓછા પ્રમાણવાળું કરે તો તે શુદ્ધ કહેવાતું નથી. કારણ કે જેમ તેમ સામાયિક લઈને તરત જ તેને પારે તો તેને કાંઈ પણ નિયમ રહે નહીં, માટે આ સામાયિક ઈચ્છા પ્રમાણે જેમ તેમ કરવાનું નથી. બે ઘડીથી વધારે સમય થાય તો તેમાં દેશ નથી, પરંતુ આ છે કાળ થવો ન જોઈએ. તે વિષે કહ્યું છે કે"काऊण तख्खणं चिय, पारेइ करेइ वा जहिच्छाए ।
अणवठिय सामयियं, अणायराओ न तं सुद्ध॥"
“ સામાયિક લઈને તરત જ પારે અથવા મરજી પ્રમાણે જેમ તેમ કરે તે સામાયિકની મર્યાદા કાંઈ પણ રહે નહીં, (અનવસ્થા થઈ જાય) અને તેને અનાદર કર્યો કહેવાય તેથી તેનું સામાયિક શુદ્ધ કહેવાય નહીં.”
- ૫ સામાયિકનું ફળ સામાયિક રૂપી કલ્પવૃક્ષનું સેવન કરવાથી પંડિતો વર્ગના અને ત્યંત ઉત્તમ સુખરૂપ ફળને પામે છે. તે વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે " सामाइयम्मि उ कए, समभावो सावयाण घडियदुगं ।
आउं सुरेसु बंधइ, इत्तियमित्ताई पलिआई" ॥
સામાયિક કરવાથી શ્રાવકોને બે ઘડી સુધી સમભાવ રહે છે, તેથી તે દેવલેાકનું આટલા પોપમનું આયુષ્ય બાંધે છે.” કેટલા પલ્યોપમનું? તે કહે છે –