________________
*
(૪૦) કે “જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચાર પ્રકારને માર્ગ સર્વ દશી શ્રીજિનેશ્વરએ કહેલો છે. ”
સમકિત સામાયિક અને શ્રુત સામાયિક એ બે ચારે ગતિને વિષે પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એ બે તે તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં જ પામી શકાય છે. લાભવ મનુષ્યના પામ્યા છતાં પણ આ બે સામાયિકની પ્રાપ્તિ દુર્લભ છે. કારણકે સર્વવિરતિસામાયિકમાં રહેલો પ્રાણુ જો મરણ પામે તે તે મેક્ષમાં અથવા સવૉસિદ્ધ વિમાન પર્યત દેવગતિમાં જ જાય છે.
૨ સામાયિક કયાં કરવું ? ઘરને વિષે, દેવગૃહને વિષે, ધર્મ સ્થાન (ઉપાશ્રયાદિ)ને વિષે અને થવા સાધુની સમીપે કઈ પણ સ્થાને રહેલ શ્રાવક સાવધ વ્યાપારને ત્યાગ કરી આ સામાયિક કરી શકે છે. શ્રીઆવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે –“તે શાવક ચિત્યગૃહમાં, સાધુની સમીપે, પોતાને ઘેર, પૌષધશાળામાં અથવા હરકેઈ સ્થાને જ્યાં મનની વિશ્રાંતિ થાય ત્યાં સર્વ સાવઘ વ્યાપારનો ત્યાગ કરી આવશ્યક (પ્રતિક્રમણ) કરે.”
૩ સામાયિક કયારે કરવું ?. આ સામાયિક હમેશાં બે સંધ્યાકાળે (પ્રતિક્રમણ સાથે) કરવા. નું છે, તેમજ એક દિવસમાં ઘણીવાર પણ કરવાનું છે. કારણકે શ્રાવક જ્યાં સુધી સામાયિકમાં હોય ત્યાં સુધી તે સાધુની જેવો છે. કહ્યું છે કે
" सामाइयम्मि उ कए, समणो इव सावओ इवह जम्हा।
gણ વાર, વસ્તુ તમારુષે ના ! ” “સામાયિક કરવાથી શ્રાવક સાધુની જેવો થાય છે, તે કારણથી ઘણી વાર સામાયિક કરવું યોગ્ય છે. ”
૧ તિચગતિમાં આ બે પૈકી દેશવિરતિ સામાયિકની જ આવકના ૧૧ વ્રતરૂપ પ્રાપ્તિ થઈ શકે છે. ૧૨ મા વ્રતની ત્યાં પ્રાપ્તિ નથી.