________________
૩૦૭
આ પ્રમાણે જીવદયા પાળવામાં નિર'તર ચત્ન કરવા. ચા પાળવાથી આરામિકની જેમ મનુષ્ચાને રાજ્યની પ્રાપ્તિ થાય છે.
ઇતી શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય વાચકેદ્ર શ્રીઈંદ્ર’સ ગણિએ રચેલી શ્રીઉપદેશ કલ્પવદ્યી નામની ટીકાને વિષે ચેાથી શાખામાં જીવદયા નામના શ્રાવકના કૃત્ય ઉપર આરામિકના વર્ણન નામના ત્રીશમે પદ્મવ સમાપ્ત થયે..
મહ્ત્વ ૩૧ મે.
છન્નુ પ્રાસાદમાં બિરાજમાન મૂળનાયક જિનેશ્વરા કે જે શાશ્વતા વિહરમાન છે તેમને મારા નમસ્કાર છે.
જીવદયાની પ્રરૂપણ કર્યાં પછી હવે સાધ્યમિક જનના સોંગ નામનું એકત્રીશમું દ્વાર કહે છે,
'धम्मियजल संग्गो' ति
ધાર્મિક જનોને સંસગ -સગ ધર્મને ઇચ્છનારા પુરૂષરત્નાએ સદા કરવા લાયક છે.
વિસ્તારા ——જેએ ધક્રયા કરતા હાય, જિનેશ્વરના કહેલા ધર્મ જાણુતા હેાય, શુદ્ધ ધર્મના ઉપદેશ કરતા હાય અને પરીપકાર કરવામાં તત્પર હાય તેઓ ધાર્મિક કહેવાય છે. ભ ય જનાએ તેમના નિરંતર સંગ કરવા, તેમની સંગતિને લીધે ધર્મર’ગ પ્રાપ્ત થવા દુર્લભ નથી. જેને જેવા સંગહાય તેને તેવાજ ગુણુ અને રાષની પ્રાપ્તિ થાય છે, મેઘનુ નળ સમુદ્રના સંગથી' ખારૂ થાય છે, અને શેરડીના સ ંગથી મધુર થાય છે. થેંડા પણુ કુસંગ સર્વને દોષનુ કારણ થાય છે, જેમકે ઉજવળ વસ્તુ ઉપર મેષના એક પણ ખિદુ દ્વાષને ઉત્પન્ન કરે છે. ભવ્ય જીવાને કુસંગતિ દ્વેષને માટે અને સુસ પતિ ગુણને માટે થાય છે, તે ઉપર હાથીનુ દષ્ટાંત છે.