________________
માટે તત્કાળ આસન ઉપર બે ડો. તે વખતે તેની પ્રિયા એ તેને ખીચડી અને તેલ પીરસ્યું. તે ખીચડી ચાળીને જેટલામાં તે કોળીયો લઈ મેમા મૂકવા માંડે છે, તેટલામાં તેને પોતાના નિયમનું સ્મરણ થવાથી તે પોતાની ભાર્યાને કહેવા લાગ્યો કે –“ પ્રિયા ! આજે મેં અરિહંતને નમસ્કાર કર્યો નથી, તેને નમસ્કાર કરવાને માટે નિયમ છે; પણ જો હાથ ધંઈને જઉં તો તેટલો રસ જતો રહે માટે હાથ ધોયા વિના જ તેના પર લુગડું ઢાંકીને હું તત્કાળ જિનેશ્વરને નમસ્કાર કરી આવું." તે સાંભળીને ધન્યાએ વિચાર્યું કે –“અરિહંતને એક વાર પણ પ્રણામ કર્યા હોય તે તે લાખો ભવના પાપનો ઘાત ( વિનાશ ) કરે છે, તો આ મારા પતિના નિયમનું દઢપણું તા તેના સમગ્ર પાપનો ક્ષય કરવામાં સમર્થ છે. વળી આનું કૃપણપણું કેટલું બધું છે કે તે હાથે વળગેલા અન્નના રસના નાશથી પણ ભય પામે છે; પરંતુ નિયમથી બંધાયેલ હોવાથી તે એમને એમ જ ચિત્યમાં જશે. તો પણ હું ધારું છું કે જરૂર આજે આને અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થશે, કારણ કે જિનેશ્વરની પ્રસન્નતાને જણાવનારૂં મને આજે સ્વપ્ન આવ્યું છે.” આ પ્રમાણે મનમાં વિચારીં તેણે પતિને કહ્યું કે-“હે સ્વામી ! કદાચ આજે કેઈ દેવ તમને પિતાનું રૂપ દેખાડે તે બુદિયવાળ. તમારે મને પૂછીને પછી તેની પાસે વરદાન માગવું. ” આ પ્રમાણે કાંતાનું વચન સાંભળીને
અડે ! મારી વિદ્વાન પ્રિયાની દીર્ધદષ્ટિવાળી બુદ્ધિ કેવી છે?” એમ વિચારતે તે જિનાલયમાં યે અને ભકિતથી જિનેશ્વરને નખે. પછી તે જેટલામાં પાછો વળે છે તેટલામાં અધિષ્ઠાયક દેવે પ્રત્યક્ષ થઈને તેને કહ્યું કે – જિનેવરની ભકિતને લીધે હું તારા પર તુટમાન થયો છું, માટે તું વરદાન માગ." ત્યારે તે બે કે –“હે દેવા એક ક્ષગુવાર રાહ જુઓ, હું ઘેર જઈ મારી પ્રિયાને પૂછી હમણાં જ પાછે આવું .” એમ કડી ઘેર આવી તેણે પ્રિયાની પાસે દેવનું વચન કહ્યું, ત્યારે તે હવે પામોને બોલી કે–“હે સ્વામી ! આજે આપણે ખરે ખરે મન રૂપી કફપણા સર્વ પ્રકારનાં કળાએ કે