________________
(૧૮૭ )
ધનપાળ હંમેશાં પ્રાત:કાળે જિનેશ્વરની પૂજા કરીને પછી તેની સ્તુતિ કરતે હતે. વિશેષ પ્રકારની વિધિ સહિત પૂજા કરતાં તેને ઘણો સમય લાગતું હતું, ત્યારપછી તે રાજસભામાં જતો હતે. તેથી એકદા રાજાએ તેને પૂછ્યું કે –“હે પંડિત! તમે હમેશાં સભામાં મેડા કેમ આવે છે?” પંડિતે કહ્યું કે
–“મેં હાલ ના રાજા પ્રાપ્ત કર્યો છે, તેની પૂજા કરીને પછી હું અહીં આવું છું. ” રાજાએ પૂછ્યું—“હે પંડિત ! મારા કરતાં બીજે કયે રાજા તમારે સેવવા લાયક છે?” તે બે કે –હે રાજા! જેના ગુણોનું વર્ણન કરવાને ઈંદ્ર પણ સમર્થ નથી એવા મહાભાગ્યથી પામવા લાયક તે રાજાનું હું તત્વથી સ્વરૂપ કહું છું, તે તમે સાંભળો–મેં આજ સુધી મેહથી અલ્પ ફળને આપનાર અને દેહ અર્પણ કરવાથી પણ વશ (પ્રસન્ન) ન થાય એવા કેટલાએક ગામના સ્વામીને આ શ્રય કર્યો હતો, અને હાલમાં તે સેવા કરવાથી પિતાના સ્થાનને જ આપી દેનાર અને માત્ર બુદ્ધિથી જ સેવવા લાયક ત્રણ ભુવનને સ્વામી પ્રાપ્ત કર્યો છે, તેથી આટલા દિવસ મારા નિષ્ફળ ગયા, તેને મને શક થાય છે. આ પ્રમાણે સાંભળી તેની દેવ ઉપરની શ્રદ્ધા જાણ રાજા કોપને બદલે સંતેષ પા
પે. આમ થવાનું કારણ માત્ર ધર્મનું માહાસ્ય જ છે. રાજાએ તેને કહ્યું કે –“હે બુદ્ધિમાન પંડિત ! રાજ્યનું ગમે તેવું મોટું કાર્ય હોય તે પણ તારે જિનેશ્વર દેવની પૂજા પૂર્ણ કર્યા વિના રાજસભામાં આવવું નહીં. આ બાબતમાં હું તને વચન આપું છું.”
એકદા માળીએ પુના સમૂહથી ભરેલી ચંગેરી (છાબડી) રાજાની પાસે મૂકી. તે વખતે રાજાએ પંડિતને કહ્યું કે--“આ પુષ્પવડે દેવની પૂજા કરી આવો.” તે સાંભળી પંડિત પુની ચગેરી હાથમાં લઈ સર્વ દેવાલયમાં જઈ ને જોઈ