________________
વિચાર્યું કે હું ચક્રરત્નનો મહોત્સવ કરૂં.” એમ વિચારતાં જ ક્ષણ વારમાં કાંઈક સ્મરણ કરી ચક્રના મહોત્સવને ત્યાગ કરી ભરતરાજાએ . કેવળજ્ઞાનને ઉત્સવ કરવા આનંદયુક્ત મન કર્યું. ભરત રાજાને કુંડ રીક વિગેરે સવા કરોડ પુત્ર હતા, અને બાહુબળીને સવાલાખ પુત્ર હતા. ઇંદ્ર, ઉપેન્દ્ર વિગેરે દેવેથી સેવાતા જિનેશ્વરનું સમવસરણ થયેલું સાંભળી ભરત રાજા કુટુંબ અને મરૂદેવામાતા સહિત પ્રભુને નમસ્કાર કરવા ગયે. અમદા વચનમાવા સ્વામીએ સમવસરણની ભૂમિમાં મેઘની જેમ ઉપદેશરૂપી અમૃતની વૃષ્ટિ કરી. ભવ્ય પ્રાણુંએના હદયનો મળ દૂર કર્યો. તે વખતે પુંડરીક વિગેરે ચોરાશી ગણ ધરે થયા, તેમણે જિનેશ્વર પાસેથી ત્રિપદી પામીને ક્ષણવારમાં કાદ. શાંગી રચી. ભગવાનની પહેલી દેશનામાં ભારતના પાંચસો પુત્રએ તથા સાતસો પિત્રોએ ભગવાન પાસે દીક્ષા લીધી. બ્રાહ્મીએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. અને સુંદરી પણ વ્રત ગ્રંડણ કરવા ઈચ્છતી હતી, પરંતુ “આ સ્ત્રીરત્ન થશે” એમ ધારીને ભતે તેને વ્રતને નિષેધ કર્યો. પછી જિનાધીશને નમસ્કાર કરી ભરત રાજા વિનીતા નગરીમાં આવ્યા, અને ચક્રરત્નને ઉત્સવ કરી તેને આગળ કરીને દિવિજય કરવા ચાલ્યા.
અહીં અભંગ વૈરાગ્ય રંગથી સુંદરીનું મન રંગાયેલું હતું અને તત્વના જ્ઞાનથી તેને મનના શુભ પરિમાણ દઢ હતા, તેથી તેણે વિ. ચાર્યું કે- “આ વિષયના ભેગે વિનશ્વર છે. સંસાર સમુદ્ર સ્તર છે અને જે સ્ત્રીરત્ન થાય તે અવશ્ય છઠ્ઠી નરકમાં જ જાય છે.” આ પ્રમાણે વિચારી તે મગલેચના, તત્ત્વને જાણનારી અને સર્વસની આજ્ઞાને પાળનારી સુંદરી અબેલ નામનું ઉતમ તપ નિરંતર કરવા લાગી. વિરક્ત થયેલી તેણે સાડ હજાર વર્ષ સુધી વિસ અન્ન ખાઈને સર્વ લેકને વિસ્મય કરનાર ઉગ્ર તપ કર્યું. પૃહા રહિત થયેલી સુંદરીની આવી તપશ્ચર્યા સાંભળી કે માણસ મનમાં આશ્ચર્ય ન પામે ?
છખંડ ભરતક્ષેત્રની વિજયલક્ષમીને ધારણ કરી ભુવનરૂપી વૃક્ષથી ઉત્પન્ન થયેલા ગુણરૂપી પુથી શેલતા ભરતચૂકી પિતાની વિનતા