SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) અણુમાદિક આઠ સિદ્ધિઓ કુરાયમાન થાય છે, તે શ્રી કુથનાથ સ્વામી તમારા કલ્યાણને માટે થાઓ. પંચ પરમેષ્ઠી નમસ્કારના સ્મરણનું માહાતમ્ય કહ્યા પછી હવે પરોપકાર નામનું સત્તરમું દ્વાર કહે છે – परोवयारो अ પરોપકાર-પર એટલે જગતમાં વર્તતા પ્રાણીઓ, તેમને વસ્ત્ર અને ધન વિગેરે આપવાથી ઉત્તમ શ્રાવકોએ હંમેશાં ઉપકાર કરો.' - પુણ્યના ફળને ભેગવનાર કેટલાક મનુષ્યો ઘણું ધન ઉપાર્જન કરી તેને સંગ્રહ કરી રાખે છે, અને બીજા કેટલાક મનુષ્ય તે ધનવડે પોપકાર કરીને પુણ્યને સંગ્રહ કરે છે. કહ્યું છે કેપપકારને માટે જ વૃક્ષો ફળવાળાં થાય છે, પાપકારને માટે જ ગાયે દૂધ આપે છે, પરોપકારને માટે જ નદીઓ વહે છે અને . પરોપકારને માટે જ પુરૂષોની સંપત્તિ છે, પરેપકાર કરવાથી પુણ્ય થાય છે, અને પરને પીડા ઉપજાવવાથી પાપ થાય છે. એમ વિચારી સજીએ પોપકાર કરવામાં જ યત્ન કરો . રોગ્ય છે. શ્રીકૃષ્ણ વાસુદેવ ઉપર દેવ તુષ્ટમાન થયે, ત્યારે તેણે તેની પાસે લોકોના ઉપકારને માટે જ ચંદનની ભેરી માગી લીધી હતી. અહે! તેની કેવી પોપકાર બુદ્ધિ? - શ્રીકૃષ્ણ વાસુદેવની કથા ત્રણ ખંડ ભારતના સ્વામી શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીમાં સજ્ય કરતા હતા. તેણે કાઈથી પરાભવ પમાડી ન શકાય તેવા પરાક્રમના કલ્લોલવડે અનેક રાજાઓને પ્લાવિત (પરાક્તિ ) કર્યા હતા. એકદા સુધર્મ સભામાં સિંહાસન ઉપર બેઠેલા ઇંદ્ર શ્રીકૃષ્ણની પ્રશંસા કરીકારણ કે “સજજને હરકેઇના પણ ગુણોનું કીતન કરે જ છે.” “શ્રીકૃષ્ણ વાસુદેવ કે
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy