________________
- (૧૨) - શ્રીસ્થૂલભદ્રને લઘુબંધુ સિરીયક મંત્રીપદ ભોગવતાં છતાં મહા વૈરાગ્ય રસને સમુદ્ર હતું, તેથી તેણે પણ કેટલેક કાળ ગયા પછી દુશર ચારિત્ર અંગીકાર કર્યું, અને તે સર્વ ક્ષુલ્લક સાધુએમાં માણિક્યરૂપ થશે. એકદા સર્વ પુણ્યને વૃદ્ધિ પમાડનારૂં વાષિક પર્વ (પયુષણ) આવ્યું. તે વખતે લેકે નાની મોટી અનેક પ્રકારની તપસ્યા કરવા લાગ્યા. તે પર્વમાં જિનેશ્વરની ઉત્સવ પૂર્વક પૂજા કરાય છે, ઉજ્વળ શીળ પળાય છે, અને યથાશક્તિ તપસ્યા કરવામાં આવે છે. કેમકે જગતમાં પર્વને ભેગા દુર્લભ છે. આવા અવસરે તેની બહેન યક્ષા સાધ્વીએ તેને કહ્યું કે–“હે ભાઈ! આ પર્વમાં નાનાં બાળકે પણ તપસ્યા કરે છે, માટે તમે પણ આદરથી આજે નવકારસીનું પ્રત્યાખ્યાન કરા.” તે સાંભળી તેણે તે પ્રમાણે કર્યું. તે પ્રત્યાખ્યાનને સમય પૂર્ણ થયે સાધ્વીએ તેને પિરસનું પ્રત્યાખ્યાન કરાવ્યું, ત્યારપછી સાઢપારસી, પછી પુમિદ્ર, પછી દિવસ ચરિમ અને પછી છેવટ ઉપવાસનું પ્રત્યાખ્યાન કરાવ્યું. તે દરેક પ્રત્યાખ્યાનમાં બહેનના આપેલા ઉત્સાહથી તેના પરિણામ ચડતા જ રહ્યા. પરંતુ તે જ રાત્રિમાં તે ક્ષુલ્લક મુનિ સિરીયકનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું, અને શુભ અધ્યવસાયને ચગે કાળધર્મ પામી તપના પ્રભાવથી તે સ્વર્ગ ગયા. પ્રાત:કાળે ભાઇનું મરણ સાંભળી યેશા સાધ્વી મનમાં ખેદ પામી કે મને મુનિ હત્યાનું પાપ લાગ્યું. આમ વિચારી સંઘને આગ્રહ થયા છતાં તેણીએ પારણું કર્યું નહીં. ત્યારે સંઘે કાત્સર્ગ કરી શાસનદેવીને બોલાવી કહ્યું કે–“હે દેવી! આ સાધ્વીને પ્રાયશ્ચિત્ત પૂછવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી તીર્થકર પાસે લઈ જાઓ.” ત્યારે દેવી બેલી કે “માગેમાં જતાં દુષ્ટ વ્યંતરે મારી ગતિમાં અંતરાય કરશે, તેથી સકળ સંઘ કાર્યોત્સર્ગે રહે, કે જેના બળથી હું સાધ્વીને લઈ જઈ શકું.” સંઘે તે પ્રમાણે કાર્યોત્સર્ગ કયી એટલે દેવી ચક્ષા