________________
૨૨૬
નિર્ણય બતાવનાર થાઓ. ૧૨. જેમાં વેદાંત વિગેરે તેના સ્વરૂપને નિર્ણય કરેલ છે, એવું દર્શનિજનમને નયનાહાદ નામનું ઉપનિષદુ ભવ્યજને ઉપર પ્રસન્ન થાઓ. ૧૩. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપત્રણ રત્નના કારણભૂત શ્રી રત્નવય નિદાનનિર્ણય નામના ઉપનિષદને જેઓ પિતાના ચિત્તમાં સ્થાપન કરે છે, તેઓ પોતાના આત્માને મુક્તિમાં સ્થાપન કરે છે. ૧૪. અનેક આગમના સંકેતરૂપી રાજાઓને કીડા કરવાના સ્થાનરૂપ શ્રી સિદ્ધાગમસંકેતસૂચક નામનું ઉપનિષદ્ અત્યંત શોભી રહ્યું છે. ૧૫. હે સન્માનિષ્ઠ ભળે! ભવ્ય જનના ભયને નાશ કરનાર અને દુઃખસમૂહની વ્યથાનું ખંડન કરનાર આ અખંડશેભ નામના મેળમા ઉપનિષદ્દની તમે સેવા કરે. ૧૬. શ્રી રાગી જનનિર્વેદજનક નામનું ઉપનિષદુ લેકેને હિતકારક હેવાથી જનકપિતા)ની તુલ્ય છે, તથા તેને સંગ ગૃહસ્થાશ્રમીઓના રાગને હરણ કરનાર છે. ૧૭. જેમાં સ્ત્રીઓની મુક્તને સિદ્ધ કરનારી શુક્તિમાં મક્તાની જેવી ઉજવળ યુક્તિઓ દેખાડવામાં આવી છે, તે સ્ત્રીમુક્તિનિદાનનિર્ણય નામનું ઉપનિષદ્ જય પામે છે. ૧૮. કવિઓએ પુણ્યથી પામી શકાય તેવું કવિજનકલ્પમ નામનું ઉપનિષદ્ કવિજનના વાંછિતને આપનારું છે, અને તેમાં કલ્પવૃક્ષેની હકીકત આપેલી છે. ૧૯ સમગ્ર પ્રપંચ માર્ગને પ્રથમ કારણરૂપ પ્રપંચગતમાર્ગસમૂહ નામનું ઉપનિષદ્દ દિવસના પ્રારંભમાં સૂર્યની જેમ પ્રસરતા અંધકારથી (અજ્ઞાનથી) જેનાં નેત્રે અવરાયાં હોય તેવા મનુષ્યોને અલય ( ન જોઈશકાય તેવું ) છે. ૨૦. જેનાવડે શુદ્ધ બુદ્ધિવાળા જનોના ઈષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે તેવું શ્રી શ્રાદ્ધધર્મસાધ્યાપવર્ગ નામનું ઉપનિષદ્ અતિ શ્રેષ્ઠ છે. ૨૦. સાત નયરૂપી સાત વાળા