________________
૨૫
નું ઉપનિષદ્દ કે જે સિદ્ધોનું માહાભ્ય વર્ણન કરવામાં મોટા સમુદ્રરૂપ છે, મંત્રના રહસ્યના મોટા વિધિને પ્રગટ કરવામાં નિધાનરૂપ છે અને શ્રાવકાદિકને વિષે મેટાપણું અને નાનાપણારૂપ તત્વને બેધ કરનાર છે, તે તમારા જ્ઞાનને માટે થાઓ. ૪. કેવળજ્ઞાને કરીને સૂર્ય સમાન જે ઉપનિષદુ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી શ્રી તીર્થકરના વચન (આગમ) ને પ્રકાશિત કરે છે, તથા જે શ્રેષ્ઠ દ્રવ્યસ્તવનું અત્યંત પિોષણ કરે છે, તે શ્રી વિજ્ઞાનેશ્વરતારણિ નામનું ઉપનિષદ્ ભવ્યા પ્રાણીઓને ચિરકાળ સુખ આપે. ૫. મથન કરેલા આમ્નાયરૂપી ક્ષીરસાગરના અમૃત રસ જેવું શ્રી વિજ્ઞાન ગુણાર્ણવ નામનું ઉપનિષદ સત્પરૂષને જ્ઞાનરૂપી ગુણ આપનાર થાઓ. ૬. નવતત્ત્વરૂપી મણિઓના નિધાન રૂપ નવતત્વ નિદાન નિર્ણય નામનું ઉપનિષદૂ તેને અભ્યાસ કરનાર જનેને સ્વર્ગના સુખને લાભ આપનાર થાઓ. ૭. તળાવના જળમાં નક્ષત્રના સમૂહની જેમ જે હમેશાં પિતામાં નાના પ્રકારની વસ્તુઓના સમગ્ર રવરૂપને સાક્ષાત્ પ્રતિબિંબ રૂપ ધારણ કરે છે, તે શ્રી તત્ત્વાર્થનિધિરત્નાકર નામનું ઉપનિષ તેને નિરંતર અભ્યાસ કરનાર ભવ્ય જનેને તત્વજ્ઞાન આપનાર થાઓ. ૮. વિશુદ્ધાર્થાત્મગુણગભીર નામનું નવમું ઉપનિષ છે. તેને આદર કરનારાના આત્માની વિશુદ્ધિ થાય છે તથા તેને ગંભીર ગુણ પણ પ્રાપ્ત થાય છે. ૯. શ્રી જિનેશ્વરના ધમરૂપી ઉત્તમ સુવર્ણના ગુણોને નિર્ણય કરવામાં અદ્વિતીય કટી સમાન શ્રી અદ્ધર્માગમનિર્ણય નામનું ઉપનિષદ્ જય પામે. ૧૦. અનેકાંત વચન (સ્યાદ્વાદ)ને પ્રતિપાદન કરનાર ઉત્સર્ગાપવા
દય નામનું ઉપનિષદ્દસપુરૂષને નેત્રની જેમ ઉત્સર્ગ અને અપવાદવડે સત્ય માર્ગ દેખાડનાર થાઓ. ૧૧. અસ્તિનાસ્તિવિક નિગમનિર્ણય નામનું ઉપનિષદ વસ્તુતત્વના વિવેકવાળે