SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ કંઠવાળા અને ચંદ્રની જેવા ૯ ત્રણવર્ણવાળા બે વૃષભે જે ડેલા હતા, તે રથ પર્વતની જે ઉંચા દેખાતું હતું. સુવર્ણનાં આભરણેની શ્રેણિવડે જેમનાં શરીર ભૂષિત હતાં એવી સ્ત્રીઓ જિદ્રના ગુણો ગાતી ગાતી તે રથની પાછળ ચાલતી હતી, તેની ચોતરફ શ્રાવક વર્ગ ચાલતું હતું, તેની પાછળ ચાલતા ગાયકજનો અરિહંતના ગુણ ગાતા હતા, આર્યમહાગિરિ મહારાજ જિનકલ્પની તુલના કરતા હોવાથી દશ પૂર્વધર આર્ય સુહસ્તિ નામના આચાર્ય તે રથની સાથે હતા, તે રથની અંદર ઉત્તમ ચંદનના કાષ્ઠનું ત્રણ માળવાળું દેવાલય પધરાવેલું હતું, તે દેવાલય તરફ સુગંધી પંચવર્ણનાં પુષ્પોની માળાથી વિટેલું હતું, અને તેમાં મનહર પુતળીઓ સ્થાને સ્થાને મૂકેલી હતી, તથા તે દેવાલયની અંદર સુવર્ણની જિનપ્રતિમા સ્થાપના કરી હતી, તે રથમાં બન્ને બાજુએ બેઠેલી કુમારિકાઓ ચામર વીંઝતી હતી, તે રથની આગળ વાજિત્રને અદ્વૈત નાદ થતો હો, તથા તેની આગળ નટનું, પેડક નૃત્ય કરતું હતું. આ રીતે તે મનહર મહેસવ દેવતાએને પણ ચમત્કાર કરે તે થઈ રહ્યા હતા. આ પ્રમાણેના મહત્સવ પૂર્વક તે રથ અનુક્રમે ચાલતે ચાલતે જેના ઘર પાસે જતે હતું, તે ઘરનો સ્વામી (શ્રાવક) સ્નાત્ર મહત્સવપૂર્વક શ્રીસંઘને ભેજન કરાવતા હતા. બીજે દિવસે પાછે ત્યાંથી રથ ચલાવવામાં આવતું હતું, તે વખતે માર્ગમાં રહેતા બીજે શ્રાવક ભક્તિથી ઉત્સવપૂર્વક પૂર્વ દિવસની જેમ રાખતા હતા. આ રીતે દરરોજ તે રથ નગરમાં ફરતો હતો, અને નવા નવા સ્નાત્ર ઉત્સ તથા શ્રાવકેની ભેજનાદિક ભક્તિના ઉત્સવ થતા હતા. એકદા રથયાત્રાના મહોત્સવમાં આર્ય સુહસ્તિ મહારાજને જોઈ સંપતિ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેણે પિતાને પૂર્વભવ જાણે. એટલે તેણે વિમાનની જેવા પિતાના મહેલમાંથી
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy