________________
( ૭૭ ) શીલવાળ, નિર્મળ અંત:કરણવાળે તથા શીતળ અને મધુર વાણીવાળો મહણસિંહ ચિરકાળ સુધી વિનય રૂપી અલંકારવડે મસ્તકને વિભૂષિત કરતે શોભવા લાગ્યો.
એકદા તે મહણસિંહ સાથે ઉત્પન્ન થયેલા અને બેમાંથી એક, બીજાના હાથમાં ગયા છતાં પણ રાત્રિએ આવીને પરસ્પર મળી જનારા શિવ અને શક્તિ નામના બે મેતી લઈને દીલીમાં જઈ બાદશાહને પ્રણામ કરી ગંગાજળ જેવા નિર્મળ તે બે મેતી ભેટ ર્યા. તે બન્ને ખેતીને પ્રભાવ સાંભળી સુરત્રાણ આશ્ચર્ય પામે, તેથી તેણે મહણસિંહને પોતાના અંતઃપુરના રક્ષકોને ઉપરી અધિકારી કર્યો. તે રાજાનો માનીત થવાથી લોકમાં ધન્ય અને ઉદાર ગણાવા લાગ્યા. કારણ કે સારા સ્થાનને વેગ મળવાથી, રત્નો જગતમાં પૂજાને પામે છે. આ પ્રમાણે તેની રાજમાન્યતા જોઈને અછતા દેષને કહેનારા કેટલાક દુર્જનો પવિત્ર વસ્ત્રને પણ જેમ મસી મલિન કરે તેમ તેને દૂષણ આપવા લાગ્યા. તેવી વાતો સાંભળીને તેની ખાત્રી કરવા માટે બાદશાહ એક વખત અંતઃપુરના દ્વાર પાસે આવ્યો. તે વખતે તેણે વાદળામાંથી ચંદ્રની જેમ તેને અંતઃપુરમાંથી બહાર નીકળતે જે તે સ્થિતિ જોઈને શત્રુવર્ગ રૂપી ધૂળને ઉડાડવામાં વાયુ સમાન તે રાજાનાં નેત્રે જાજ્વલ્યમાન કેપ રૂપી અગ્નિની જ્વાળાવડે અત્યંત રક્ત થઈ ગયાં, અને તેણે તેને મારવા માટે ખેંચ્યું. કહ્યું છે કે – " न भलं काजल कांणी आंखे, न भलु कोइ एकल्ल शाखी । न भली स्त्री जे हडहड हसइ, न भलु साह चोरमांही वसइ॥१॥ न भलं होटु मंदिर लवइ, न भएं कूड कवित जे कवइ । न भलं डोसउ परिणइ नवी, न भलु घोडउ जिहां नहि कडी॥२॥ न भली जेठ मासनी लाइ, न भली स्त्री जे परघरि जाइ । न भलं अंतेउर पइसार, न भलु बिहु नारी भरतार ॥ ३ ॥
અર્થ – “કાણ આંખમાં કાજળ આંજવું સારું નથી, વનમાં કઈ એકલું વૃક્ષ હેય તે સારું નથી, જે સ્ત્રી ખડખડ હસે તે સારું ૧ શંકર અને પાર્વતીનું સ્વરૂપ પરસ્પર મળેલું વર્ણવે છે.