________________
કરતા હતા, તેમના કાપેલા શરીરમાંથી લેહીના પ્રવાહો વહેતા હતા, પશુઓના છેદવાથી ઉત્પન્ન થતા ભયંકર શબ્દ પ્રસરવાથી સર્વ
શાએ આકંદમય થતી હતી. મહા રેદ્ર કમેવાળું તે સ્થાન જોઈ હાથીને શાંતરસ નષ્ટ થયે, અને તે આર્ત રોદ્રધ્યાનથી ભરપૂર થ. તેથી તેનામાં ગુણને સ્થાને દેશને પ્રવેશ થયે; કારણ કે મહાત્માએ દૂર થાય ત્યારે દુજેને તે સહેજે પ્રવેશ કરે છે અને તેમનો વિલાસ વૃદ્ધિ પામે છે.
કેટલાક દિવસ ગયા પછી મંત્રીએ હાથીને મદોન્મત્ત થયેલે ઈ મનમાં વિચાર્યું કે-“ હાથીના શરીરમાંથી શાંતરસ નષ્ટ થયે છે એમ વિચારી:મંત્રીએ રાજાને જણાવ્યું કે હે રાજન! હવે હાથી સજ્જ થયેલ છે. તે સાંભળી રાજા ચમકાર પામે, અને બે કે-અડા મંત્રીની કેવી બુદ્ધિ છે કે જેણે નાશ પામેલા હાથીના પરિણામ પાછાણ્યા ?-“પછી રાજાએ બુદ્ધિના નિધાનરૂપ મંત્રીને વિશેષ પ્રકારની પહેરામણી વડે સત્કાર કર્યો. “જેને બુદ્ધિનું બળ છે તેને લક્ષમીનું અને સર્વ પ્રકારનું બળ છે.”
પછી મંત્રી સહિત રાજાએ તે હાથીને અગ્રેસર કરી ચતુરંગ સેનાવડે જઈ શત્રુને કિલે ઘેરી લીધે. તે જોઈ વિષમ દુર્ગમાં પેસીને શત્રુઓ વિચાર કરવા લાગ્યા કે –“પ્રથમની જેમ આ વખત પર્ણ રાજા ભગ્નબળ થઈને પોતાની મેળેજ પાછે જશે.” અહીં રાજાએ હાથીને કિલ્લે તોડવાની પ્રેરણા કરી, એટલે ગંડસ્થળમાંથી મદને ઝરતા તે હાથીએ કિલ્લાના લેઢામય દરવાજાનાં બારણાં ભાંગી નાંખ્યા અને દુર્ગના સેંકડે કકડા કરી નાંખ્યા; એટલે કેટલાક શત્રુઓ મરણ પામ્યા અને કેટલાક નાશી ગયા. રાજાએ શત્રુઓના હાથી, ઘેલા અને ખજાને વિગેરે સર્વ ગ્રહણ કર્યું, અને યુએના ફળથી ઉત્પન્ન થયેલી વિજયલક્ષ્મી અંગીકાર કરી. તે રાજાની કીતિ કરીના સુગંધની જેમ સર્વત્ર પ્રસરી. પછી તે રાજા પોતાના નગરમાં આવી રાજ્યનું પાલન કરવા લાગ્યા.