________________
( ૧૮૪ )
જ
tr
અને તત્ત્વને કહેનારા જિનેશ્વર દૈવ જ ધ્યાન કરવા ચેાગ્ય છે. મનોહર ચારિત્ર પાળવામાં સમ અને છત્રીશ ગુણેાની શ્રેણિ રૂપી માણિયાવર્ડ અંગને શાભાવનાર સાધુએ જ ગુરૂ તરીકે વાંઢવા ચેાગ્ય છે. તેમજ સર્વજ્ઞે કહેલા આજ્ઞામય ધર્મ જ નિર ંતર માનવા ચેાગ્ય છે. ” આ પ્રમાણે વિસ્તારથી ગુરૂએ તત્ત્વના ઉપદેશ કર્યો. તે સાંભળી તેની મતિ જાગૃત થઈ. કહ્યુ છે કે-અજ્ઞાની માણસને સહેલાઇથી સમજાવી શકાય છે અને વિદ્વાનને તે તેના કરતાં અત્યંત સહેલાઇથી સમજાવી શકાય છે, પરંતુ અલ્પમાત્ર જ્ઞાન છતાં પેાતાના આત્માને પડિંત માનનારા ખાટા પંડિતને બ્રહ્મા પણુ સમજાવી શકતા નથી. ” ત્યારપછી પંડિતે મુનિને પૂછ્યું કે—“ શાભન મુનિ મારા ભાઇ છે, તે ક્યાં છે ? તેની ઉમ્મર કેટલી થઈ છે ? તેના શરીરના વર્ણ કેવા છે ? અને તેણે શાસ્ત્રના અભ્યાસ કેટલા કર્યો છે ? ' મુનિએ કહ્યું કે~ તમારા ભાઇ મારી જેટલી જ ઉમ્મરના છે, મારી જેવા જ શરીરવાળે છે અને તેને શાસ્ત્રાભ્યાસ પણ મારી જેટલા જ છે. ’” તે સાંભળી પડિત ખેલ્યા કે ત્યારે શું હું મુનીશ્વર ! તમે જ મારા ભાઇ શાલન મુનિ છે ? ' મુનિએ કહ્યું — હા. ’ તે સાંભળી પડિત હર્ષના રામાંચરૂપી કંચુકથી વ્યાપ્ત થયા, અને સંસારના નાશ કરનાર ઉત્તમ મુનિને તેણે નમસ્કાર કર્યો. પછી શાલનસૂરિએ બીજા મુનિને મેલાવી માલવ દેશમાં સ્થિતિવાળા કર્યો. ધનપાળ પંડિતે પણ ઘેાડા સમયમાં જિનેશ્વરના આગમના અભ્યાસ કર્યો. નવતત્ત્વના રહેસ્યના જ્ઞાતા થયા, સમકિત પામ્યા, ત્રિકાળ જિનેશ્વરની પૂજા કરવા લાગ્યા અને જગતમાં ઉત્તમ શ્રાવક થયા.
''
એકદા લાજરાજાએ નવું સરાવર ખાદાવ્યું, તે જળથી પરિપૂર્ણ થયું, તે વખતે તેના ઉત્સવ કરવા માટે તે પરિવાર સહિત સરાવર ઉપર ગયા. ત્યાં કેટલાક વાજીંત્રા વગાડવા