SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અસાધારણ શોભતે હતે. કોતરણી કરતાં જેટલે ભૂકે પથ્થ રમાંથી પડતું હતું તેટલું રૂપું તે રાજા હર્ષથી કારીગરોને આપતો હતે. કારીગરે ચિત્તના ઉલ્લાસ પૂર્વક કામ કરતા હતા. કારણ કે માવાધિક લેભથકી પણ તેમને વધારે લાભ મળતો હતે. જાણે કે કર્તાને ઉજ્વળ યશ દેખાતો હોય તેમ ચંદ્રની જેવો નિર્મળ તિવાળો તે પ્રાસાદ શોભતે હતો. તેને જોઈ કેટલાક વિદ્વાનો કહેતા હતા કે શું આ દેવકથી સ્ફટિક મણિમય દિવ્ય વિમાન અહીં ઉતર્યું છે?” પૃથ્વી ઉપર આ વીશીમાં આ શ્રીઅબુદાચળ તીર્થ અપૂર્વ મહિને માવાળું શેભે છે. જગતમાં શ્રી શત્રુંજય તીર્થ સર્વોત્તમ છે, તે શુભ ભાવવાળા ભવ્ય જીને સમક્તિ પ્રાપ્તિનું પ્રથમ કારણ છે. બીજું તીર્થ સમેતશિખર છે, ઉત્તર દિશાના રત્ન સમાન તે તીર્થમાં અનેક જિનેશ્વરે સિદ્ધ થયા છે. અને ત્રીજું આ શ્રીઅબુદાચળ નામનું તીર્થ છે, અહીં અનેક મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. વળી વિમળ રાજાએ પ્રાસાદની સ્થાપના કરીને તેને અત્યંત શોભાવ્યું છે, અને પિતાને જન્મ પવિત્ર કર્યો છે. તે પ્રાસાદને જોઈ “શું આ રૂપાને કૈલાસ પર્વત છે? કે શું હિમાલય પર્વત છે? કે શું માખણને પિંડ છે?” એમ કે તર્ક કરતા હતા. આ પ્રાસાદમાં પ્રાણીઓની ચાર ગતિ ભેદવાને માટે ચાર રૂપને ધારણ કરનાર શ્રી ઋષભસ્વામી વિરાજે છે. તેના મંડપો વિચિત્ર પુતળીઓ વડે શોભિત છે તેથી જાણે તેમાં સ્વર્ગથી આવીને દેવીઓ રહી હોય તેમ દેખાય છે. તે પ્રાસાદમાં સ્ફટિક મણિમય જિનબિંબે છે, તે જાણે કે શુકલ યાનવડે ઉજ્વળ જાતિવાળું તેમનું ચિત્ત જ હોય તેવાં શોભે છે. - પ્રાસાદ પૂર્ણ થયા પછી મહત્સવપૂર્વક પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવીને વિમળ રાજા જગતમાં પ્રતિષ્ઠાને પામ્યો. તે રાજાએ પુણ્યવંત સંઘને વિવિધ દેશમાં બનેલા ઉજ્વળ વાવડે પહેરામણી કરી, તેથી તે સંઘ જાણે વિમળના યશથી પરિવરેલ હોય તે શોભવા લાગે. વિમળ જ્યારે બાલ્યાવસ્થામાં હતું ત્યારે તે મળ સહિત હવા શ્યામવર્ણવાળો હતું, અને ત્યારપછી રણસંગ્રામમાં વિજ્ય મેળવવાથી તથા ચેત્ય બ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy