________________
(૧૫)
માન બીજે કઈ પર્વત નથી. અને ગજેંદ્રપદકુંડના જળ સમાન બીજું કઈ જળ નથી. આ ત્રણ વસ્તુઓ ત્રણ ભુવનમાં અદ્વિતીય છે. એ સિદ્ધચકના નવ પદ તથા નમસ્કારના નવપદ ગણવાનું ફળ તથા તે નિમિત્તે કરવાના નપાદિક, પ્રવચનસારદાર અને ચૈત્યવંદન ભાષ્ય વિગેરે ગ્રંથોમાં કહેલ છે. નવકારમાં અડસઠ અક્ષરે છે, નવ પદે છે અને આઠ સંપદાઓ છે. તેમાં આઠમી સંપદા બે પદવાળી છે, ભાષ્ય અને મહાનિશીથ સૂત્રમાં છઠ્ઠી સંપદાને બે પદવાળી કહી છે. આ નમસ્કાર મંત્ર શ્રી સુધર્મા સ્વામીએ પૂજે છે, શ્રી જખ્ખસ્વામીએ તેને ઉદ્ધાર કરી ચૂક્યો છે, અને ઐાદ પૂર્વધર શ્રી ભદ્રભાહસ્વામીએ પણ પૂજે છે. ભગવતી સૂત્ર તથા આવશ્યક સૂત્રની ચૂણિમાં પાંચ પદને નમસ્કાર મંત્ર કહે છે, અને (અનાનુપુએ ગણતાં તે પાંચ પદના એકસે ને વિશ ભેદ થાય છે. પરમ મંત્રના બીજરૂપ પ્રથમ અરિહંતાદિક પાંચ પદો છે, અને ત્યાર પછી “gણો પંચ નમુકા” એ વિગેરે ચાર પદ તેની ઉપર ચૂલિકા રૂપ છે, તે (ચૂલિકા) ના તેત્રીશ અક્ષરે છે, અને તે પરમ મંત્રની શક્તિને પ્રગટ કરવામાં પ્રધાન-મુખ્ય છે, તેથી સર્વ મળીને અડસઠ અક્ષરવાળો નમસ્કાર મંત્ર પરિપૂર્ણ અક્ષરવાળે થાય છે. વિધિપૂર્વક વેત અને સુગંધી એક લાખ પુષ્પ લઇ એક એક વાર મંત્ર ગણી એક એક પુષ્પ મૂકી ભવ્ય પ્રાણું એકાગ્ર ચિત્તે તેને જાપ કરે, તે તે ત્રણ ભુવનમાં અધિક પ્રભાવવાળું તીર્થકર પદ, ચક્રવર્તી પદ અને ગણધર પદ પામે છે. તે પછી બીજી શેષ વસ્તુઓની પ્રાપ્તિ તેને સુલભ થાય તેમાં શું કહેવું? સિદ્ધાંત રૂપી ગેરસ ( દહીં) ના ઉધરેલા સારરૂપ માખણના પિંડની જેવા આ પાંચ નમસ્કારનું સ્મરણ કરનારની ઈષ્ટસિદ્ધિ થાય છે. નમસ્કારના પ્રભાવથી શ્રીદેવ નામનો રાજા જગતને આશ્ચર્ય કરનારી સામ્રાજ્ય લક્ષમીને પામ્યું હતું, તેનું દાંત આ પ્રમાણે