________________
(૧૦) એક પખવાડીયામાં બીજી રીતે પાંચ પર્વતિથિઓ આવે છે, તે આ પ્રમાણે-બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ, અને પૂર્ણિમા (અથવા અમાવાસ્યા) (ચતુર્દશી તે પાક્ષિક પર્વ ગણાય છે.) એક વર્ષમાં બીજા પણ ઘણાં પવ આવે છે. ત્રણ માસી, છ અડ્રાઈ અને વાર્ષિક પર્વ (સંવત્સરી) વિગેરે.
અન્યત્ર કહ્યું છે કે- “બે આઠમ, બે ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા એ છ પર્વ એક માસમાં આવે છે, અને તે હિસાબે એક પખવાડીયામાં ત્રણ પર્વ આવે છે. તથા દરેક પખવાડીયામાં બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ અને ચૌદશ એ પાંચ ચુતતિથિઓ ગૌતમ ગણધરે કહેલી છે. ચૈત્ર અને આસો માસની શુદી આઠમથી પુણિમા પર્યતની બે અઠ્ઠાઈ આગમને વિષે શાશ્વતી કહેલી છે. આ બંન્ને શાશ્વતી અઠ્ઠાઈએને વિષે દેવ તથા વિદ્યાધરે નદીશ્વર દ્વીપને વિષે જઈને યાત્રા (અષ્ટાહિકા મહેચ્છવ) કરે છે, અને મનુષ્ય પિતપિતાના સ્થાનમાં યાત્રા મહત્સવાદિ કરે છેશ્રી જીવાભિમમમાં કહ્યું છે કે – “ ત્યાં નંદીશ્વર દ્વીપમાં ઘણા ભુવનપતિ દેવ, વાણુમંતર દે, જોતિષી દે અને વૈમાનિક દે ત્રણ ચામાસીમાં અને પર્યુષણમાં આઠ દિવસ પર્યત માટે મહિમા-ઉત્સવ કરે છે. ” - સૂર્યના ઉદય સમયે જે તિથિ હોય, તે જ તિથિ પ્રમાણ ભૂત છે, માટે તે જ તિથિએ વિવેકી જનેએ પ્રત્યાખ્યાન વિગેરે કરવું. કહ્યું છે કે “માસી, સંવત્સરી, પાખી, પંચમી અને અષ્ટમી વિગેરેને વિષે તે જ તિથિઓ જાણવી કે જે તિથિમાં સૂર્યને ઉદય થતો હોય. તે સિવાયની તિથિ લેવી નહીં. સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણ છે. તે સિવાયની બીજી તિથિ કરવાથી આજ્ઞાને ભંગ, અવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનારૂપ