________________
૪૦].
સૂયગડાંગ. સૂત્ર ભાગ ૪ થે. ચિહ્ન) ધરનારા નરેમાં પ્રવર (શ્રેષ્ઠ) પુરૂષાર્થ કરનારામાં શ્રેષ્ઠ પુરૂષમાં સિંહ માફક બળવાન (તેજસ્વી) પુરૂષમાં આસીવિષ (સર્પ) જેવા પુરૂષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા તથા ગંધહસ્તી જેવા આઢય (શ્રીમંત) દિપવિત્ત (રાજ્ય સામગ્રી) વાળા વિસ્તીણ વિપુલ ભવન શયન આસનયાન વાહન વિગેરેથી યુક્ત ઘણા ધન સુવર્ણ ચાંદી આગ (પ્રાપ્તિ) પ્રયોગથી યુક્ત અને જેને ઘેર હમેશાં ઘણું અન્નપાણી આવેલા અભ્યાગતને ખાવા અપાય છે તેવી દાનશાળાવાળા તથા જેને ઘણી દાસીઓ તથા દાસ ગાય ભેંસે ગલગ (ઘેટાં વિગેરે)થી ભરેલ, તથા પુષ્કળ ભરેલા ખજાના કેઠાર આયુધ (શસ્ત્ર)ને ભંડારવાળા બળવાન દુર્બલેના રક્ષક ગુપ્ત શત્રુ રૂપકંટક દૂર કરેલા સામે થનારને હણનારા નિસ્તે જ કરી નાંખેલા તથા શોધી શેધીને તેને દૂર કરેલા જેથી તેમનું નામ નથી, વળી પ્રકટ સામે થનારા શત્રુને તે પ્રમાણે હરાવી હણી નિતેજ કરી ઉદ્ધાર કરી છતી લઈ પરાભવ કરીને એક છત્રવાળું રાજ કરનારા જેમના પુણ્યોદયથી દુકાળ રોગ ભય દૂર થયેલ છે, અને જેમ ઉન્હાઈ સૂત્રમાં બીજાં ઉત્તમ વિશેષણે છે, તેવા, પ્રશાંત જેને થયે છે ડિબ દુમનના ભય તથા ડમર–પોતાના રાજ્યમાં બળ નથી તેવું નિરૂપમ નિરૂપાધિક રાજ્ય જોગવતા વિચરે છે, હવે તે રાજાની ૫ર્મદાનું વર્ણન કરે છે,