________________
૧૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. તથા ઇન્દ્રિયને તથા મનને વશ કરવાથી ઉપશાંત છે; તથા પાંચ સમિતિઓથી સમિત છે, તથા જ્ઞાન વિગેરેથી યુકત હોવાથી અથવા જગતના તથા પિતાના પાકને હિત માટે વર્તે તેથી સહિત છેસર્વકાલ યતનાથી વત્ત માટે સંવત્ છે, પૂર્વે બતાવેલ સંયમના નિયમોને પાળનારો છે, તથા પરિસહને સહે માટે શ્રમણ છે, અથવા સમ મનવાળે છે, તથા કોઈ જીવને ન હણે તેમ તે ઉપદેશ આપવાથી માહન છે, તે બ્રહ્મચારી કે બ્રાહ્મણ છે, ક્ષમા સહિત ગાવાથી ક્ષાંત છે, ઇંદ્રિયમન દમવાથી દાંત છે, ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા નિર્લોભી હોવાથી મુકત છે, વિશિષ્ટ તપશ્ચર્યા કરવાથી મહર્ષિ છે, ત્રણે કાળની અવસ્થાને માને માટે મુનિ છે, કરવાના કામને કરે માટે કૃતિ છે, પુણ્યવાન કે પરમાર્થ સમજનાર પંડિત છે, સવિદ્યા શીખવાથી વિદ્વાન છે, નિરવદ્ય આહાર ભિક્ષામાં તે માટે ભિક્ષુ છે, તથા સ્વાદિષ્ટ આહાર ન લેતાં અંતે પ્રાંત લેવાથી રૂક્ષ છે, સંસારના તીરે હોવાથી મોક્ષાથી છે પંચમહાવ્રત પાળે તે ચરણું, અને તેની રક્ષા માટે ક્રિયા કરે તે કારણ તે ઉત્તરગુણો છે. તેમાં પાર થવાનું જાણે માટે ચરણ કરણ પારેવેત્તા છે, આ બધું સુધમાસ્વામી તીર્થકર પ સાંભળીને જંબુસ્વામી વિગેરે સાધુઓને કહે છે, કે હું પિતાની બુદ્ધિથી નથી કહેતે, જેવું સાંભળ્યું છે તેવું કહું છું, હવે ગાથાઓ વડે નિર્યક્ત કરનાર આખા અધ્યયનના દષ્ટાન્ત તથા તેનાથી લેવાના બેધનું તાત્પર્ય સમજાવ છે,