________________
પ૭
ત્રિપિ–ગુજરાતી લિપિ કયારથી પ્રચારમાં આવી એ નકકી કરવાને આપણું ભાષાશાસ્ત્રીઓએ કશે યત્ન કર્યો નથી. વિમલ પ્રબંધમાં લિપિઓની ગણના કરતાં કવિ ગુજરાતી લિપિ ગણાવે છે, એટલે સોળમા શતકમાં ગુજરાતી લિપિ લિપિઓની ગણનાઓમાં ચાલતી આવેલી હોવી જોઈએ. એ સમયે કેટલાં શતક આગળ વધારી શકાય એવું છે, તે નકકી કરવાનું કશું સાધન નથી. ગુજરાતી ભાષામાં લખાએલ ચૌદમા શતક સુધીના લેખે આપણને મળી શકે છે, પણ છેક સત્તરમું શતક પૂરૂં થતા સુધી ગુજરાતી લિપિમાં લખાએલો કોઈ લેખ આપણે જોઈ શકતા નથી. સંસ્કૃત લખવાને મહાવરો નહિ ધરાવનાર કોઈ લખનારે પિતાના ઉપયોગને માટે એકાદ પુસ્તક ઉતારી લીધું હોય, તે તે લખનારનો મરેડ જુદો જણાઇ આવ્યા વગર રહે નહિ. સંવત ૧૫૦૦ પછીનાં તેવા મરોડનાં કેટલાંક પાનાં મને મળ્યાં છે. એ પાનાં જોતાં એમ લાગે છે કે આ અક્ષરોને માથાં બાંધીને લખવાને બદલે આખી લિટિમાં લખ્યા હોત તે તેને ગુજરાતી લિપિ કહેવાને થોડાકજ - અક્ષરની નડતર રહેત. મને લાગે છે કે ગુજરાતી લિપિ પુસ્તકની લિપિ તરીકે તે સત્તરમા શતક પછીજ વપરાતી થઈ છે. તે પહેલાં તે વાણિયાના ચોપડાની લિપિ હતી, ને તેથી તે “વાણિયાલિપિ” એ નામ પામી હતી. ચોપડા ગુજરાતી લિપિમાં લખાય અને કથાવાર્તા નાગરીલિપિમાં લખાય એ તે વખતની રૂઢિ હતી. સત્તરમા શતકમાં ગુજરાતી ભાષાની પેઠે નાગરીલિપિમાં પણ ફેરફાર થયો છે. વિક્રમ સંવત ૧૬૦૦ સુધીનાં નાગરીલિપિમાં લખાયેલા