Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 390
________________ રોમાંથી પસાર થઈ છે તે પ્રજાની ભાષા એક સરખી ચાલતી રહે એ શું બનવાજોગ છે? હરકોઈ પ્રજા અજ્ઞાનાવસ્થામાંથી પસાર થતી હોય છે તે વખતે તેની ભાષાનું અશુધ્ધ રૂપાંતર થવાનું કામ બહુ ઝપાટાબંધ ચાલતું રહે છે. આવી વખતે એ પ્રજાની ભાષા ઉપર વ્યાકરણ કે કોષનું નિયમન હોતું નથી, તેમ શિષ્ટજનાં આદર્શરૂપ વાક્યો પણ તેમને અલભ્ય થઈ પડે છે. બીજા બેલતા હોય તેમ બેલવું,” એ એકજ ધારણ ઉપર તેમને દરવાવાનું હોય છે. અમદાવાદના સુલતાનેના અમલમાં ગુજરાતી પ્રજા આ સ્થિતિમાં હતી. ઉત્તર ગુજરાત તમાં મુસલમાનોનું જોર વધી પડવાથી ત્યાંનાં ભરછક વસ્તીવાળાં ગામ ભાગી ભાગીને લેકે સુરત ભરૂચના દૂરના પ્રદેશમાં નાસતા હતા. પછી પાછાં જુનાગઢ અને ચાંપાનેર પણ તૂટયાં ને ગુજરાત કાઠિયાવાડમાં સર્વ સ્થળે નાસભાગ ચાલી. પિતાનો જીવ, પિતાનાં સગાંસંબંધીઓની આબરૂ પિતાને ધર્મ અને બની શકે તે પોતાની માલમીલકત સંભાળવી એજ દરેકના ચિંતનને મુખ્ય વિષે થયો. શાસ્ત્રાભ્યાસ અને જ્ઞાન ઘરમાં બેસીને ગેખી રાખનારા સિવાય બીજાઓને માટે અલભ્ય થયું. આવા કાળમાં ભાષા જેવાનેતેવાજ રૂપમાં જળવાઈ રહે એ શું બનવાજોગ છે? એક પછી એક પેઢીઓ અભણ અવસ્થામાં પસાર થતી ગઈ તેમ તેમ ભાષા નવું નવું રૂપ પામતી ગઈ. સુલતાની રાજ્યકાળનાં ત્રણ વર્ષમાં ગુજરાતી ભાષાના બે અવતાર થયા તેનું કારણ આ છે. આ કારણને લીધેજ નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષાનું પૂર્વ રૂપ-જૂની ગુજરાતી ભાષા છે.

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396