________________
ભાષામાં લખેલાં મળે છે તેનું કારણ શું આપી શકાશે ? નરસિંહ મહેતાની આગળપાછળના કવિઓ જૂની ગુજરાતીમાં કાવ્ય રચે ને નરસિંહ મહેતા વીસમા સૈકાની-નવી ગુજરાતીમાં કાવ્ય રચે એ શું બનવાજોગ છે?
સોળમા શતકની ભાષાની ખાત્રી ભર્યા સેંકડે પુરાવા વિદ્યમાન. છે, છતાં તે બધા પૂરાવા બાજુ પર મૂકીને બુદ્ધીથીજ વિચાર કરીએ કે નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવીજ હતી તે નરસિંહ મહેતાના સમકાલિન કે પહેલાંના બ્રાહ્મણવર્ગના કવિઓનાં ઝાઝાં કાવ્ય મળતાં નથી એનું કારણ શું છે? ગુજરાતી ભાષામાં કાવ્ય રચવાનું શું નરસિંહ મહેતાએજ શીખવ્યું ? જે લોકોમાં
જોતિષ, વ્યાકરણ, અને વૈદ્યક સુધ્ધાં પદ્યમાં રચવાને પ્રઘાત પડી. ગયો હતો, તે લોકોની લોકભાષા અને તે પણ કેટલાંક શતકથી ચાલતી આવેલી લોકભાષામાં કાવ્ય રચવાને કાઈને વિચારજ ન થાય એ શું બનવાજોગ છે? નરસિંહ મહેતાની પછીના કાળે સેકડે કવિઓ થયા છે તેમ નરસિંહ મહેતાની પહેલાં ના કાળે પણ ઘણા કવિઓ થયેલા હોવા જ જોઈએ. જે નરસિંહ, મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હેત તે એમાંના ઘણા કવિઓનાં કાવ્ય આપણા વખત સુધી અવશ્ય જળવાઈ રહ્યાં હતા. તેમ થયું નથી એ બતાવી આપે છે કે વચ્ચે કોઈ એવી ગળણું. આવી ગઈ છે કે જેમાંથી ગળા આવવાનું ઘણાઓથી બની શકયું નથી.
આ ગળણું તે ભાષાને નવો અવતાર છે. સત્તરમા શતકમાં ભાષા - નવું રૂપ પામી તે વખતે જૂના જે કવિઓનાં કાવ્ય અનાયાસે રૂપાં.