Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 389
________________ તર પામી જાય એવાં સાદાં ને સરળ હતાં તે કાવ્ય લોકમાં ચાલતાં રહ્યાં અને જે કાવ્યો %ણ શબ્દોને લીધે દુર્બોધ્ય અને રૂપાંતર થઈ શકે તેવાં નહિ હતાં તે પેઢી દર પેઢી ખળાતાં ખળાતાં લુપ્તપ્રાય થતાં ગયાં. નરસિંહ મહેતાનાં કાવ્ય સરળ હોવાથી તે સહજમાં રૂપાંતર પામી ગયાં, તેની રસિકતા અને નરસિંહ મહેતાની ભકત તરીકેની ખ્યાતિએ એ કાવ્યોને વગ વધાર્યો અને સત્તરમા શતમાં ગુજરાતમાં ફેલાયેલા વલભી સંપ્રદાયે શૃંગારભકિતનાં કાવ્ય માટે લેકમત બહુ અનુકૂળ કરી આપે એથી ભાલણ ભીમ જેવા રસિક કવિઓનાં કાવ્ય કરતાં પણ નરસિંહ મહેતાનાં પદો કેમાં વધારે પ્રચલિત રહ્યાં. : સેલમા શતકની ભાષાને સત્તરમા કે અઢારમા શતકની ભાષામાં ફેરવાઈ જવાનું જેટલું અનુકૂળ હતું, તેટલું પંદરમાં કે ચૌદમા શતકની ભાષાને અનુકુળ નહોતું. એ શતકોમાં તેની ઉપરનાં શતકેની રજપૂતરાજ્યકાળની સંસ્કૃતિની છાયા જળવાઈ રહી હતી. એકલાં ઇકાર ઉકારવાળાં રૂપજ નહિ પણ અપભ્રંશ ભાષાના ભાવ પ્રજ્વરિત શબ્દો પણ એ કાલે પ્રચલિત હતા. લખવા વાંચવાના વલણ માત્રથી વગર પ્રયાસ નવી ગુજરાતીનું રૂપ લઈ લે એવી એ ભાષા નહતી. અંધકાર યુગનાં નવાં શતક ઉતરતાં ગયાં તેમ તેમ એ ભાષા વધારે વધારે દુર્બોધ્ય લાગતી ને તજાતી ગઈ. વીસમા શતકના વાંચનારાઓને ચૌદમા શતકનાં કાવ્યે મળતાં નથી તેનું કારણ આ છે. સમયને વિચાર કરીએ તે નરસિંહ મહેતાના કાળ અને હાલના કાળ વચ્ચે લગભગ ૪૫૦ વર્ષનું અંતર છે. આટલા લાંબા વખત સુધી એક પ્રજાની ભાષા, અને તે પણ જે પ્રજા ઘણા અનિષ્ટ સ્થિત્યંત

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396