________________
બધા લેખ પડીમાત્રાની (પ્રતિમાત્રા) લિપિમાં છે. પછી માત્રા એટલે અક્ષરની ઉપર માત્રા નહિ કરતાં ડાબી બાજુપર કરવી. “કે' કરે છે તે છે આમ નહિ કરતાં જ આ પ્રમાણે કરતા. એ કરવો હોય તે # આ પ્રમાણે એક કાને ડાબી બાજુએ અને એક કાને જમણી બાજુએ કરતા વૌ કરવું હોય તે તો જમણી કાબી બાજુએ એક કાને કરી માથા ઉપર એક માત્રા કરવામાં આવતી. એ જ પ્રમાણે જે કરવી હોય તે છે ડાબી બાજુએ એક કાને અને માથા ઉપર એક માત્રા એ પ્રમાણે કરવામાં આવતું. જેને પાસે આ કાળનાં ઘણું પુસ્તક મળી આવતાં હોવાને લીધે ઘણ જણ એમ ધારે છે કે એ પડીમાત્રાની લિપિ તે જૈનેની લિપિ છે; પણ એ ધારણું પણ તદન ખોટી છે. વિક્રમ સંવત ૧૬૦૦, પહેલાં વેદ પુરાણ, કથા, વાર્તા અને ગુજરાતી કાવ્યો સુદ્ધાં સર્વ એ પડીમાત્રાની લિપિમાં લખાતું હતું. સોળમાં શતક સુધીના શિલાલેખ પણ એજ લિપિમાં છે. એ કાળની લિપિજ એ હતી. નાગરી લિપિ ચાલતી થઈ ત્યારથી માત્રા એ પ્રમાણેજ લખાતી આવી હતી. જે પ્રતિ ઉપરથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે પ્રતિ પડીમાત્રામાં છે. સોળમું શતક પૂરું થતાં આ લિપિ બદલાય છે. “સંવત ૧૬૦૩ શાકે ૧૪૬૯ના પ્રથમ ચૈત્ર સુદ ૪ ને ગુરૂવારે
ઈડિયન એન્ટિકુઅરી કે ભાવનગર દરબારે પ્રસિદ્ધ કરેલા શિલાલેખોનાં પુસ્તકની પ્લેટે લેવાથી આ વાતની ખાત્રી થશે. મારી પાસે ગગવેદ, સામવેદ, વૈદિક કર્મકાંડ, તિષ, પુરાણ, કાવ્ય, વ્યાકરણ અને વાર્તાને વિષયોનાં બ્રાહ્મણોને હાથે પડીમાત્રામાં લખાયેલાં પાનાં છે. જેવા ઈછનાર હરકે તે જોઈ શકશે.