________________ હિંદમાં તે હજુ સુધી છાપવામાં સુદ્ધાં એજ રીત ચાલતી રહી છે. અર્ધચંદ્રાકાર વગેરે થોડાંએક ખાસ ચિ પણ વપરાતાં હતાં. અશુધ્ધતાને દેશ આ કાળનાં પુસ્તકમાં ભાગ્યે જ હોય છે. સંસ્કૃત કે ગુજરાતી જે કાંઈ આ કાળે લખાયું હોય છે તે મોટે ભાગે શુદ્ધ હોય છે. જેમ જેમ નીચે ઉતરતા જઈએ છીએ તેમ તેમ સંસ્કૃતિની અસરે નષ્ટ થતી સ્પષ્ટ દેખાઈ આવે છે. કેળવણીના નવા યુગમાં દાખલ થઈએ ત્યાં સુધી આખો રસ્તો જાણે ઝરડાં ઝાંખરા અને કાંટા કાંકરાથી ભર્યો હોય તેવા વિકટ લાગે છે. પ્રેમ-નંદ મનહર બાગ અને બીજા શ્રીમંતોના બગીચા એ વેરાન પ્રદેશના વિસામા છે. સડક નંખાઈ છે તે અહીં સુધી છે. આ બગીચાઓ ની આસપાસ બધે ભાગ વિકટ દેખાતે જોઈને લોકો એમ ધારી લે છે કે આગળ બધું આવુંજ હશે. દષ્ટિમર્યાદાની પેલી તરફના લીલા પ્રદેશની રમણીયતા વિષે ઘણાઓને કલ્પના હતી નથી તેમ એ લીલાપ્રદેશ અને વેરાન પ્રદેશની વચ્ચેની ભુમિ કેવી રસાળ છે તે પણ લેકના જાણવામાં નથી. સકે હજુ ત્યાં સુધી પહોંચી નથી. હમણું એવી ગોઠવણ થવા માંડી છે કે જોવા ઇચ્છનાર સહેલાઈથી ત્યાં જઈ શકે અને જોઈ શકે.