________________
૧૮૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ઉપર બતાવેલા હંગેને કપટ કરીને ઠગતાં શું ફળ થાય છે તે બતાવે છે, જેને લડાઇમાં ઘા લાગતાં અંદર તીર કે કાંટાની અણી રહી ગઈ હાય, તે અંતર શલ્યવાળા તે સાલ કાઢતાં ખમવી પડતી વેદનાથી ડરીને પાતે ન કાઢે ન ખીજા પાસે કઢાવે, તેમ વૈદ્યના ઉપદેશથી ઔષધ (દવા) લગાડીને નાશ ન કરે, કોઈ તેને પૂછે કે ન પૂછે, તા પણ તે વિના કારણ તે શલ્યને છૂપાવે, તેથી તે સાલ અંદર રહેવાથી પીડાતાં ચાલે છે, અને ચાલતાં તે પીડાથી પીડાતા છતાં ખીજું કામ દુ:ખથી કરે છે, હવે તેના પરમાર્થ સાધુને આશ્રયી સમજાવે છે, જેવી રીતે શલ્યવાળા દુઃખ પામે છે, તેજ પ્રમાણે આ માયી સાધુ અનાચાર સેવીને કપટથી છુપાવવા હું માલે, પણ પોતે કરેલા અકાર્યને ખુલ્લી રીતે કહીને આલેાચના ન લે, તેમ તે પાપથી પોતે દૂર પણ ન થાય તેમ આત્માની સાક્ષીએ મનમાં પણ તેને ન નિંદે “ કે ધિક્કાર હા મને કે આવું પાપ ' અશુભ કર્મના ઉદયથી સેવી રહ્યો છું, ” તેમ ખીજા ચાગ્ય ગીતા આગળ જઈને પણ કહેતા નથી, તેમ શ્રીઠે થઇને પણ અનેક પ્રકારે આચરેલા કપટથી પાછે ફતા નથી, શાસ્ત્રોક્ત વિધિએ તેનું જે પ્રાયશ્ચિત હાય તે લઈને ફરી તેવું પાપ નહિં કરૂં એવા ટઢ નિશ્ચય કરતા નથી, તેમ અભક્ષ્ય અપેય વસ્તુ પીને પણ ચાગ્ય પુરૂષ આગળ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થતા નથી, તેમ ત્યાંથી વિહાર કરતા નથી, તેમ ગુરૂ વિગેરે સમજાવીને .
ન
201