________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૮૭
વળી આ શ્રાવકે પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત ચાર શિક્ષાવ્રત એમ બારવ્રત ઉચરેલા તથા પાળનારા તેમ પિતાની નિર્દોષ કમાઈમાંથી સાધુઓને દવા વસ્ત્રપાત્ર વિગેરેથી ઉપકાર કરે છે, તેમ યથાશક્તિ સારાં અનુષ્ઠાન કરીને વૃદ્ધાવસ્થા કે રેગાદિ કારણ આવતાં કે ન આવતાં કાયાને ખપ ન હોય ત્યારે અન્ન પાણ ત્યાગીને આલેચના કરી પાપથી છુટીને સમાધિમાં રહેલા આયુ પુરૂં થતાં મરણ પામીને ઉત્તમ જાતિવાળા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તે દેવતાઓ જુદી જુદી તપશ્ચર્યા પૂર્વે કરીને દેવેલેકમાં આવવાથી શુભ કર્મને લીધે મહાદ્ધિ તથા દુતિવાળા હોય છે. તે પૂર્વે દેવતાનું સામાન્ય વર્ણન કર્યું છે, તે પ્રમાણે ગળામાં હાર પહેરેલા છે જેના તેજને લીધે છાતી શેભે છે તે પ્રમાણે દાગીના વસ્ત્રો વિગેરેનું પણ વર્ણન પણ સમજવું, વિશેષ પ્રભાવ બતાવવા માટે કહે છે કે ત્યાં સુખ ઘણું હોય છે, અને દિવ્યરૂપથી લઈને તથા બીજા ભવમાં ઉત્તમ કુળમાં જમીને ધર્મ પામીને મોક્ષમાં જનારા છે, વિગેરે બધું પૂર્વ માફક જાણવું, ટીકાકાર વિશેષથી તે કહે છે. - આ શ્રાવકેના વર્ણનમાં જીવ અજીવ વિગેરેનું સ્વરૂપ જાણવાનું કહેવું છે, તેમાં હેતુ અને હેતુવાળા બતાવ્યા છે, જેમકે જીવ અજીવ જાણે તે પુણ્ય પાપ પણ જાણે, જે પુણ્ય પાપ જાણે તે આશ્રવ સંવર પણ જાણે તે પ્રમાણે અનુક્રમે મેક્ષ સુધી સમજવું એટલે પ્રથમનું પદ છોડી બીજું