________________
વિમળ પ્રબંધના ઉપદઘાતમાં સ્વર્ગસ્થ મણિલાલ બોરભાઈ વ્યાસનું ગુજરાતી ભાષાની ઉરપત્તિ વિષે
વિવેચન
જિમવઘ સંવત્ ૧૫૬૮ માં પાટણના જૈન મુનિ લાવણ્યસમય ગણિએ રચે છે અને તેની સંવત્ ૧૫૮૪ માં લખાયેલી પ્રતિ પ્રમાણે અક્ષરશઃ તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, એટલે સેળમાં - શતકની ભાષાના નમુના તરીકે સાહિત્યમાં આ પુસ્તકનું સ્થાન છે. સાળમાં શતકની ભાષા જૂની ગુજરાતી ભાષા છે. આ ભાષાના સ્વરૂપથી ગુજરાતના સામાન્ય વાંચક કેવળ અજાણ છે, તેમ પ્રતિષ્ઠિત લેખકો સુદ્ધાં એને એના ખરા સ્વરૂપમાં ઓળખતા નથી. ૬, ઘર કે જે ઘર જોતાની સાથે કાં તે એમ પૂછવામાં આવે છે કે આ કઈ ' ભાષા છે, અથવા એમ કહી દેવામાં આવે છે કે આ તે જેન–માગધી ભાષા છે. પરિસ્થિતિ આવી હોવાને લીધે જૂની ગુજરાતી (ભાષા) સંબંધી ખુલાસો કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. - ખુલાસાની ભૂમિકા તરીકે ગુજરાતી ભાષાને ઈતિહાસ પર જરા. નજર ફેરવી જવી જોઈએ. - એક અજ્ઞાન લેકે સિવાય બીજું કોઈ એમ ધારે નહિ કે આપણે હાલ બોલીએ છીએ તે ભાષા. અનાદિ કાળથી આવા ને આવાજ રૂપમાં ચાલતી રહેલી હેવી જોઈએ. વ્યુત્પત્તિ શીખતા વિદ્યાર્થીઓ જાણે છે કે ગુજરાતી ભાષા અપભ્રંશ ભાષામાંથી ઉત્પન્ન થઈ છે, અપભ્રંશ ભાષા પ્રાકૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે, અને પ્રાકૃતભાષા સંસ્કૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે. સંસ્કૃત અને ગુજરાતી વચ્ચે ભાષાના બીજા બે અવતાર હોવાનું શિક્ષકોના જાણવામાં હોય છે, પણ એ અવતારનું સ્વરૂપ તેમના અંતઃકરણપર પ્રતિબિંબિત