________________
૧૪
સમૂહ પાછલા કાળે હવે જોઈએ. ઉત્તરમાંથી આવેલો એ સમૂહ અહીંના જે ભાગમાં વસ્યો તે ભાગ ગુર્જર ભૂમિ કે ગુર્જ રદેશ એ નામે ઓળખાતે થયો. પાટણના મહારાજા ગુજરેશ્વર કહેવાતા અને એમના અધિકારને મૂળ પ્રદેશ (ફક્ત ઉત્તર ગુજરાત) ગુર્જરદેશ ગણાત. સંવત ૧૪૦૫માં રચાયેલા “ચતુવિંશતિ પ્રબંધમાં “વાગડો વટાપુ” (વાગડ દેશમાં વડોદરા શહેર) અને
ધંધુપુર પૂર્વધા પુરાષ્ટ્ર સંપિતા:” (ધંધુકાશહેર ગુજ. રાતની ભૂમિ અને સેરડની સરહદ ઉપર આવ્યું છે, એમ કહે છે. કાઠિયાવાડને દ્વીપકલ્પ એ વખતે સૌરાષ્ટ્ર અથવા સેરડને નામે ઓળખાતો હતો અને વડોદરાની દક્ષિણને પ્રદેશ ઘણા લાંબા કાળથી લાટ દેશને નામે પ્રસિદ્ધ હતો. ગુર્જરદેશની ગુજરીભાષાની પેઠે સોરઠદેશની સોરઠીભાષા અને લાટદેશની લાઠીભાષા એ નામે પણ તે કાળે વિદ્યમાન હતાં, પણ જે કારણથી હેમચંદ્રાચાર્યે પિતાના વ્યાકરણમાં ગુજરાતી ભાષા માટે કંઈ લખ્યું નથી, તેજ કારણથી સેરઠી કે લાટીભાષા માટે પણ કંઈ લખ્યું નથી; કારણ એ છે કે ગુજરાતી, લાટી, સેરડી એ બધાં નામે કઈ જુદી જુદી ભાષા ઓનાં નહિ, પણ અપભ્રંશ નામે ઓળખાતી વ્યાપકભાષાના પ્રતિક ઉચ્ચારભેદનાં નામ હતાં. ગુર્જરદેશ” એ જેમ તે કાળે ફકત ઉત્તર ગુજરાતના એક પ્રાન્તનું નામ હતું, તેમ “ગુર્જરભાષા એ તે કાળે ફક્ત ઉત્તર ગુજરાતના પ્રાન્તિક ઉચ્ચારભેદનું નામ હતું.
સંવત્ ૧૩૬૧માં રચાયેલા પ્રબંધચિંતામણિ” ગ્રંથમાં પણ ગુજરાત શબ્દ ફકત ઉત્તર ગુજરાતનેજ લગાડવામાં આવ્યો છે અને કાઠિયાવાડના દ્વીપકલ્પને “સોરઠ તથા વડે
* ગુજરદેશ કરતાં લટદેશ એ નામ વધારે જૂનું છે.