________________
સ્વભાવિક રીતે જ સંસ્કૃત શબ્દો ઉતરવા લાગ્યા ને ગુજરાતી ભાષાને ચોથી પેઢીની પૂર્વજ સંસ્કૃતભાષા સાથે નવેસર સગાઈ સંધાઈ. સંસ્કૃત શબ્દો ધકેલતાં ધકેલાતાં પ્રાકૃતરૂપ પામ્યા હતા અને પ્રાકૃતમાંથી ધકેલાતાં ધકેલાતાં અપભ્રંશ રૂપે બહુ બેડોળ થઈ ગયા હતા, તે રૂઢ શબ્દોને સ્થાને ગુજરાતી ભાષામાં નવા-કેરા સંસ્કૃત શબ્દો આવવા લાગ્યા. બીજી તરફ પ્રાકૃત , ધારૂ માં સ્વર સંધાતા નહોતા છતાં લોકોએ ઉચ્ચારમાં ટુંકાવીને જો, ઘર નું રૂપ આપ્યું હતું, તે અપ્રમાણભૂત રૂપ પુસ્તક પર ચઢીને પ્રમાણભૂત ગણાતાં થયાં. આ પ્રમાણે ગુજરાતી ભાષા પિતાની પૂર્વજભાષાઓ સાથે તેમજ સંસ્કૃત ભાષા સાથે બેઉ તરફ સંબંધ ધરાવતી ભાષા થઈ બ્રાહ્મણકવિઓ અને જેનકવિઓ બેઉનાં કાવ્યોમાં આ બેઉ સંબંધ સ્પષ્ટ દેખાઈ આવે છે. જૈન કવિઓનું વલણ એક હતું ને બ્રાહ્મણકવિઓનું વલણ બીજું હતું એમ કહેવાને કશું કારણ નથી.
જરા વિધ્યાંતર થવા દઈને પણ બે બોલ કહી દેવા જરૂરના છે કે ગુજરાતી ભાષા જેનેએ બનાવી છે, એવી ઉભી કરવામાં આવતી ચર્ચા અર્થ વગરની છે. ગુજરાતી ભાષા બનાવેલી નથી પણ બનેલી છે. મરાઠી, માળવી, મારવાડી, પંજાબી, હિંદી, બંગાળી વગેરે બધી પ્રાંતભાષાઓ જે રીતે બની છે તે જ રીતે ગુજરાતી ભાષા બની છે. હા, ગુજરાતી ભાષા બનવામાં બીજા અનેક લોકોની પેઠે જૈનાએ પણ ફાળો આપ્યો છે, અને તે ફાળે કીંમતી પણ છે. પણ ભાષા જેનોએ બનાવી છે એમ કહેવું એ તે “જૈન સાહિત્યમાં પ્રમાણભૂત ગુજરાતી ભાષા છેજ નહિ.” એમ કહેનારાઓને પ્રતિવાદ કરવા જેવું છે. શ્રીમાળી, ઓશવાળ, પોરવાડ, અને બીજા બધા જેને ગુજરાતની આસપાસના કે તળ ગુજરાતના મળવાની છે. જેની