________________
આકારવાળાં રૂપ કરતાં જૂના ગ્રંથમાં લખાયેલાં ઈકોર ઉકારવાળાં રૂપિ વધારે શુદ્ધ અને વધારે કમળ માનીને તેમણે જૂની ગુજરાતીના - શબ્દો અને જૂની ગુજરાતીનાં રૂપે વાપરવાનું વાજબી ધાર્યું હોય એ બનવાજોગ છે. નવી ગુજરાતીના જૈન કવિઓ માટે આ વાત આટલી ખરી છે; પણ જૂની ગુજરાતીના જૈન કવિઓ માટે તેમ કહી - શકાય એવું નથી. જૂની ગુજરાતીના કાળના બ્રાહ્મણ કે જેન હરકોઈ કવિનાં કાવ્ય એક સરખાં છે. કદાચ જેકવિઓ કાવ્યમાં અપભ્રંશ કે પ્રાકૃત શબ્દો વધારે વાપરતા હશે, ને બ્રાહ્મણકવીએ સંસ્કૃત - શબ્દો વધારે વાપરતા હશે, પણ અપભ્રંશ પ્રાકૃત તરફ અણગમે બેમાંથી એકેને નથી. અપભ્રંશ પ્રાકૃત એ કાળે ઉતરી ગયેલી ભાષા હતી, પણ એનું સાહિત્ય લેકોક્તિઓ અને પુસ્તકોમાં હયાત હતું.
અપભ્રંશ પ્રાકૃત આપણને જેટલી અજાણી લાગે છે તેટલી તે -કાળના લોકોને અજાણી લાગતી નહતી. ઉલટી સંસ્કૃત કરતાં તે વધારે પરિચિત ભાષા હતી, જેનકવિઓ પાસે એ ભાષાને બહેળો સંગ્રહ હતા અને તેને તેઓ અભ્યાસી હતા, એથી કાવ્યમાં વ્યાવ- હારિક શબ્દ ઉપરાંતના શબ્દો જોઈએ તે તેઓ ચોથી પેઢીની સંસ્કૃત ભાષામાં લેવાને બદલે સગી મા અપભ્રંશ કે વડીઆઈ પ્રાકૃતમાથી વધારે લેતા હોય તે તે બનવાજોગ છે. મને નથી લાગતું કે -આમ કરવા માટે જૈનકવિઓ દોષપાત્ર હોય અથવા એમની ભાષા તે ગુજરાતી ભાષા નથી એમ કહેવું યોગ્ય હોય.
મુસલમાની રાજ્યકાળ પહેલાં બ્રાહ્મણ ગ્રંથકારો ધર્મ અને ‘વિધાસંબંધીના સર્વ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચતા હતા. વિક્રમસંવતના છઠ્ઠા સૈકા પછી જૈનગ્રંથકારો પણ સંસ્કૃત ઉપર વળી ગયા હતા.