________________
મુવાડ, મુરા, એવા ઉચ્ચાર કરે છે, ચરોતર જેવા એકાર એકારને અતિક્રમ કરનારા પ્રદેશમાં પણ વાઘરી જેવી પાછળ પડેલી જાતે (કે જે હમેશાં આચાર વિચારમાં તેમજ ભાષામાં પણ જમાનાની પાછળ હોય છે તે) હજુ પણ એશી રહે કહેવાતે બદલે શિશિ રહે,' પિશિ ગઈ એવા ઉચ્ચાર કરે છે. શું આ બધા ઉપરથી એમ નકકી થતું નથી કે ઇકાર ઉકારવાળાં રૂપ તે ગુજરાતી ભાષાનાં પૂર્વરૂપ છે અને એ બદલાયલે કાળ તે બહુ પાસેને કાળ છે.
નરસિંહ મહેતા સોળમા શતકની શરૂઆતના કવિ છે અને સોળમા શતકની ભાષા હાલની ભાષા કરતાં જુદું રૂપ ધરાવતી ભાષા છે, તે નરસિંહ મહેતાની કવિતા વીસમા શતકની ગુજરાતી ભાષામાં હોય તેવી છે એનું કારણ શું ? કારણે બે છે. નરસિંહ મહેતાની નહિ એવી ઘણી કવિતા નરસિંહ મહેતાના નામ પર ચઢી ગઈ છે. રા. છગનલાલ વિદ્યારામ રાવળે સં. ૧૭૦૮માં થયેલા કવિ વિશ્વનાથ જાની કૃત “હારમાળા’ની લખેલી પ્રતિ શેધી કાઢી છે. એની હકીકત આપતાં ગુજરાત શાળાપત્ર પૃ. 2માં તેઓ લખે છે કે “આ હારમાળાનું કાવ્ય બ. કે ના છઠ્ઠા ભાગમાં નરસિંહ મહેતાના નામથી પ્રસિદ્ધ થયું છે.” “વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણેરે,” એ પદ બહત કાવ્યદેહનીમાં નરસિંહ મહેતાને નામે પ્રસિદ્ધ થયું છે, તેમાં અને મંદિરમાં ગવાતાં પદસંગ્રહની મારી પાસેની જૂની પ્રતિમાં નીચે પ્રમાણે ફેર છે.