Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 381
________________ થયે તે પહેલાં લખાયેલી નરસિંહ મહેતાના પદની કોઈ પ્રતિ મળતી નથી, તે છે. સત્તરમા શતકમાં જૂની ગુજરાતીને યુગ બદલાઈ ગયા પછી નવા યુગના ગાનારાઓને તેમજ પદને ઉતાર કરી લેનારાઓને અર્થમાં ગુચવણ કરનારા જૂના કાળના ઈકોર ઉકારવાળા શબ્દો સાચવી રાખવાની જરૂર નહતી, ભજનના રાગ, અર્થ અને સરળતા એજ એમને જોઈતું હતું, ને ઉચ્ચારના સ્વાભાવિક પ્રવાહમાં તેટલું જ સચવાતું હતું. નરસિંહ મહેતાની પેઠે શ્રીધર, ભાલણ, ભીમ, નાકર અને બીજા ઘણું જૂના કવિઓના કાવ્ય ભાષાના નવા યુગમાં નવું રૂપ પામીને ગવાયાં છે અને નવું રૂપ પામીને લખાયાં છે. ભાષાના જૂના યુગમાં લખાયેલી પ્રતીઓ મળતી જાય છે તેમ તેમ આ વાત વધારે વધારે અજવાળામાં આવતી જાય છે. ' - સંવત ૧૫૪૧માં સિદ્ધપુરમાં થયેલા ભીમ કવિએ હરિ લીલા પડશ કળા” નામનું કાવ્ય રચ્યું છે. એ કાવ્યની સંવત ૧૬૮૫માં લખાએલી પ્રતિક ઉપરથી સાક્ષરશ્રી નવલભાઈએ સન ૧૮૭૩ના ગુજરાત શાળાપત્રમાં જૂની ગુજરાતી ભાષાના નમુના તરીકે છેડા ઉતારા પ્રસિદ્ધ કર્યા છે, તે અને બહત કાવ્યદેહન”માં એ આખું કાવ્ય પ્રસિદ્ધ થયું છે એ બેઉના નમુના આ પ્રમાણે છે. * આ પ્રતિ “ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં હોય એમ લાગે છે. “સોસાયટીની ઓફિસમાં આ કાવ્યની સંવત ૧૫૭૪માં લખાયેલી પતિ પણ છે, એવું જાનેવારી ૧૯૧૪ના “બુદ્ધિપ્રકાશ” ઉપરથી જણાય છે.

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396