________________
આવો ફેરફાર છાપનારાઓએ જ કર્યો હશે એમ માની લેવું જરૂરનું નથી. જૂની પ્રતઓમાંજ આવો ફેરફાર કરી લીધેલ હોય છે અને આપણે પોતે નકલ કરવા બેશીએ તે પણ તેમ કરીએ એ સ્વાભાવિક છે. લખનારે “અક્ષરશઃ ઉતારો કરવાને છે” એ પ્રમાણે ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું ન હોય તો લખનાર દરેક પ્રાત ઉતારતી વખતે વતાને શુદ્ધ લાગે એવું રૂપ આપવાનો પ્રયત્ન કરે છે. જૂના કવિઓનાં કાવ્યોની અઢારમા ઓગણીસમા શતકમાં જે જે નલે કરાઈ છે, તે તે દરેકમાં આવા ફેરફાર કરેલા છે. એકલા બ્રાહ્મણવના કવિઓનાં કાવ્ય જ નહિ, જૈન કવિઓનાં કાવ્યો પણ વધતા ઓછી રૂપાંતરથી બચવા પામ્યાં નથી. સંસ્કૃત પંચપાખ્યાન ઉપર ગુણમેર નામના જૈન કવિએ સં. ૧૬૦૦ની આસપાસમાં જૂની ગુજરાતી ભાષામાં પંપાખ્યાન રચ્યું છે. એ કાવ્યની બે પ્રતિઓ મને મળી છે. એક પ્રતિમાં જુની ગુજરાતીનાં રૂપ છે છે અને બીજીમાં આખી વાર્તા નવી ગુજરાતીમાં લખી છે. નમુને, આ પ્રમાણે છે. | પહેલી પ્રતિમાં. બીજી પ્રતિમાં. રાય કહિ સુત દૂયા ગુણી, રાય વખાણે સુતને ભણી, મંત્રિ એક બેલિઉ ઇમસુણી; મંત્રી એક બેલે એમસુણી; લોકવિવહાર ન જાણુઈકસિઉ લેકાચાર ન જાણે કસુ, તેહ ભણિઉ નવિ કહીઈ તેહ ભણે નવી કૈએ કસુ.
તિસિઉ કવિતા તે જે મુહિ ચરબર, કવી તે જે મહ ચરબો, રૂપી તે લાવણ્યઈ ખરૂ. રૂપે તે જે લાવણધરે.