________________
સાહિત્ય લોકભાષામાં રચતા હતા. લૌકિકસાહિત્યનો આશ્રય કરવાની બ્રાહ્મણ અને જૈને બેઉને સરખી જરૂર ઉત્પન્ન થઈ હતી ને બેઉ સરખી રીતે કામ કરતા હતા. પ્રાચીન કાળના જૈનગ્રંથકારની ભાષો જુદી છે એમ કહેનારાઓને સાક્ષરશ્રી નવલરામભાઈ આ પ્રમાણે જવાબ આપે છે –
એ બાબત (જૂના જેનેકવિઓની ભાષા બાબત) અમારો એવો વિચાર છે કે જૂની ગુજરાતીમાં જૈન કે વેદમાગને કાંઈ ભેદ ગણવાનો નથી, પણ એથી ઉલટું હાલ (એ કાળે) ગેરજીઓ જે ભાષામાં ગ્રંથ લખે છે તેજ ભાષા આખા ગુજરાત પ્રાંતની જન ભાષા હતી એ વિચાર વ્રજલાલ શાસ્ત્રીએ પોતાના એક ગ્રંથમાં સાફ જાહેર કીધે છે, અને જે જે વિદ્વાન જૂની ગૂજરાતીનું અવલોકન કરે છે તેને પણ એવો જ વિચાર થયા વિના રહેતો નથી.”
(નવલગ્રંથાવલિ પૃ. ૩૯૯)
ચોથા પાંચમાં શતકનાં જેનોની ભાષા અને સામા શતકના જૈનાસોની ભાષા એક હેય એ તે સંભવેજ નહિ. જે
આ અભિપ્રાયના સમર્થનમાં ભીમ કવિ કૃત “હરિલીલા સોળ કળા, કૃષ્ણદાસકૃત મોટે સુદા” અને “વૈષ્ણવાહિકમાંથી ઉતાર આપે છે. અને એ પછી સરખામણીને માટે સંવત ૧૬૦૩ માં રચાયેલા અને સં. ૧૬૧૩માં લખાએલા વિમળસૂરિકૃતિ “સારધારાસને છેડે ઉતારો આપે છે. જેવા ઈચ્છનાર “નવલગ્રંથાવલિ' કે ૧૮૭૩ના “શાળાપત્ર'માંથી તે જોઈ શકશે.