________________
.
.
તેમ તે કોઈ મારવાડીને ઉદ્દેશીને રચાયેલ નથી; એના રચનારની જન્મભૂમિ અમદાવાદ છે અને તેમનું નિવાસસ્થાન પાટણ છે. પાટણની પાસેના માલસમુદ્ર ગામના શ્રાવકસંઘને સંભળાવવી પાટણના લેકપ્રસિદ્ધ પુરૂષને અવલંબીને આ કાવ્ય રચાયું છે. એની ભાષા સાથે “કાન્હડદે પ્રબંધ'ની ભાષા સરખાવી જેવાથી ખાત્રી થાય એવું છે કે “કાન્હડદેપ્રબંધની” ભાષા તે મારવાડી ભાષા નહિ પણ જૂની ગુજરાતી ભાષા છે. એ વખતની મારવાડી ભાષા ઘણુ રીતે ગુજરાતી ભાષાને મળતી હોવા છતાં ખાસ લક્ષણમાં ગુજરાતીથી જુદી પણ હતી. જેનJપર મારવાડી જૈન સાધુઓએ એ કાળે કરેલી કિકાઓમાં આ ફેર સ્પષ્ટ દેખાઈ આવે છે. મારવાડીએ હાલમાં છઠ્ઠી વિભકિતને પ્રત્યય “ોરી રૂ” વાપરે છે, તે પ્રત્યે તે વખતની મારવાડી ભાષામાં પણ વપરાતા હતા. સંવત ૧૫૪૫માં એકલિંગ મહાદેવમાં લખાએલા શિલાલેખમાં તિરે પુત્ર, તિર પુત્ર, તિજ્ઞા પુત્ર એવા શબ્દો લખાએલા છે. જૂની મારવાડી ભાષા અને જૂની ગુજરાતીભાષા એક છે, એમ માનવું એ ભૂલભરેલું છે.
વિમલપ્રબંધના કર્તા જૈન સાધુ હોવાથી એ આક્ષેપ ઉભો થવાનો સંભવ છે કે વિમલપ્રબંધની ભાષા તે જેનભાષા છે. ખરું જોતાં જૈનભાષા એ નામની કઈ ભાષા જ નથી. જેને કઈ જુદી પ્રજા નથી કે તેમની ભાષા જુદી હેય. આપણું ભાઈ પિતરાઈએમાં કેટલાક શૈવ કે વૈષ્ણવ હેય છે, તેમ કેટલાક જૈન છે. પ્રાકૃતભાષા લેકભાષા હતી તે વખતે એમના ગ્રંથે ગુંથાયેલા હેવાથી તે પ્રાકૃત ભાષામાં છે. બ્રાહ્મણના ધર્મગ્ર સંસ્કૃતમાં હોવા છતાં નરસિંહ મહેતા, ભાલણ, શ્રીધર વગેરે કવિઓ લૌકિક સાહિત્ય લોકભાષામાં રચતા હતા, તેમ જૈન કવિઓ પણ લૌકિક