________________
ભાષા એ કાળના બ્રાહ્મણ કવિઓની છે તેજ ભાંપા એ કાળના જૈન કવિઓની છે.
જૈન કવિઓને માટે એમ કહેવામાં આવે છે કે તેઓ સાધુ હતા અને ધર્મોપદેશક તરીકે મારવાડ વગેરે બીજા પ્રાંતમાં ફરતાં હતા, તેથી એમની ભાષામાં બીજી ભાષાના શબ્દ ભળેલા છે; માટે જૈન કવિઓની ભાષા તે ખરેખરી ગુજરાતીભાષા કહેવાય નહિ. કબુલ કરવું જોઈએ કે કેટલાક જે રાસમાં મારવાડી પ્રયોગોને ભેળ થયો છે અને કેટલાક રાસ મારવાડી ભાષામાં લખાયેલા છે; પણ જૈન સાહિત્યમાં કેટલાક ગ્રંથે આ પ્રકારના મળી આવે છે તે ઉપરથી આખું જૈનસાહિત્ય એ પ્રકારનું જ છે એમ કહેવું એ તે કેવળ -અજ્ઞાન બતાવવા જેવું છે. નિર્ભેળ જૂની ગુજરાતીના ગદ્ય પદ્યને
જેને પાસે એટલે મોટે સંગ્રહ છે કે છેડાએક રાસ ઉપરથી ઉભો કરેલે એ આક્ષેપ જરા વાર પણ ટકી શકે નહિ. " મારવાડી કે હિંદીના નામે ભડકી ઉઠનારાઓએ પણ જાણવું જોઈએ કે મારવાડી અને હિંદી તે ગુજરાતીના લોહીમાં ભળી ગયેલી છે. આગળ કહેવામાં આવ્યું છે કે અનેક પ્રાંતભાષાઓનું મિશ્રણ થઇને હાલની ગુજરાતીભાષા બની છે. પ્રાચીન કાળમાં યાદવો મથુ રાંથી આવીને દ્વારકામાં રહ્યા હતા. ગિરનાર પરના અશોકના શિલાલેખ અને સુદર્શન તળાવ ઉપરના શિલાલેખ જોતાં મગધના દ્ધ રાજએને અને પછી ગુપ્તવંશના રાજાઓને અમલ ગુજરાત ઉપર ચાલો થયો હતો. કાઠિયાવાડમાં વસતી જેઠવા, વાળા (કાઠી), ચિરા (ચાવડા), આહેર, બાબરીયા અને મેર જાતિની પ્રજા ઘણા લાંબા કાળથી ત્યાં આવીને વસી છે. સિંધ અને કચ્છમાંથી વારંવાર અનેક