________________
કરાવે છે, પણ એ કાળની ભાષા વિષે આપણે જે માહિતી મેળવી શકીએ છીએ, તે ઉપરથી જૂની ગુજરાતીના કાળ સંબંધીનું શાસ્ત્રીનું અનુમાન ફેરવવાની આપણને જરૂર પડે છે. સંવત ૧૧૦૦ એટલે સિદ્ધરાજને પૂર્વસમય. સિદ્ધરાજના સમયે પ્રસિદ્ધ વૈયાકરણ હેમચંદ્રાચાર્ય અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચ્યું છે. હેમચંદ્રાચાર્ય ગુજરાતમાં જન્મેલા હતા અને પાટણના રાજકર્તાઓ સાથે બહુ ગાઢ સંબંધ ધરાવતા હતા. એમણે સંસ્કૃતથી માંડીને પોતાના કાળે ચાલતી અપભ્રંશ ભાષા સુધીની મુખ્ય મુખ્ય સર્વ ભાષાઓનું સ્વરૂપ નિર્ણિત કર્યું, છતાં ગુજરાતી ભાષા માટે કંઈ લખ્યું નહિ, તેથી એમ કહી શકાય કે એ કાળે ગુજરાતી ભાષા વિદ્યમાન હોત તો તેના નિયમ બાંધવાને તે કદી પણ દુર્લક્ષ કરત નહિ હેમચંદ્રાચાર્ય જેવા સક્ષ્મદર્શી વિદ્વાનને માટે એમ ધારી શકાય નહિ. કે તેમણે મૃતભાષાઓનાં વ્યાકરણ રચ્યાં અને વર્તમાન ભાષાને માટે વ્યાકરણની જરૂર માની નહિ. હેમચંદ્રાચાર્યના સમયે ગુર્જર ભાષા એ નામ વિદ્યમાન હોવું જોઈએ એમ માનવાને પણ કારણ છે. એ સમય પહેલાં ઘણાં લાંબા કાળની ગુર્જરપ્રજા અને ગુર્જરદેશ એ શબ્દો ચાલ્યા આવતા હતા, અને જે એક પ્રજાનું નામ તેજ તે દેશનું નામ પણ હોય તે તેમની ભાષા પણ તેજ નામે ઓળખાતી હેવી જોઈએ. પરસ્પરાશ્રિત આ સંબંધોને વિચાર કરતાં એમ, માનવું પડે કે હેમચંદ્રાચાર્યના સમયમાં ગુર્જર પ્રજા, ગુજરદેશ અને ગુજરભાષા એ ત્રણે શબ્દો વિદ્યમાન હોવા જોઈએ.
- ગુર્જરવાણિયા, ગુર્જર સુથાર, ગુર્જર સેની, ગુર્જર કુંભાર, વગેરે નામાં ચાલતા રહેલા ગુર્જર શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે, “ગુર્જર એ નામે ઓળખાતા લેકેનો કઈ મેટે
નામોમાં મોત જાણી લો સમય